<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

વડાપ્રધાનને મળતા આચાર્ય દેવવ્રતજીઃ ૨૨મીએ રાજ્‍યપાલ તરીકે ૫ વર્ષ પૂર્ણ થાય છે

રાજકોટઃ ગુજરાતના રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્‍હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. ગુજરાતના રાજ્‍યપાલ તરીકે તેમણે ૨૨ જુલાઇ ૨૦૧૯ના દિવસે કાર્યભાર સંભાળેલ. આગામી તા. ૨૨મીએ પાંચ વર્ષ પૂર્ણ થાય છે. ૧૨ ઓગસ્‍ટ ૨૦૧૫ થી ૨૧ જુલાઇ ૨૦૧૯ સુધી તેમણે હિમાચલપ્રદેશમાં રાજ્‍યપાલ તરીકે સેવા આપી હતી.

(3:35 PM IST)