<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

કાલે રાજકોટ સહિત દેશભરની બીએસએનએલ કચેરીઓ સામે પેન્‍શનર્સ એસો. દ્વારા દેખાવોઃ આવેદનપત્ર પાઠવશે

૭માં પગાર પંચનો લાભ તે મુખ્‍ય મુદોઃ ૧-૧-૨૦૧૭ થી ૧૫ ટકા ફીટમેન્‍ટ આપવા માંગણી

રાજકોટ તા.૧: જોઇન્‍ટ ફોરમ ઓફ બીએસએનએલ- એમટીએનએલ- પેન્‍શનર્સ એસોસીએશન સેન્‍ટ્રલ હેડકવાર્ટર ન્‍યુ દિલ્‍હીના આદેશ મુજબ સમગ્ર ભારતભરની તમામ બીએસએનએલની મુખ્‍ય કચેરીઓ સામે હજારોની સંખ્‍યામાં- સુત્રોચ્‍ચાર દેખાવો કરી ૨-૭-૨૦૨૪ ને ડિમાન્‍ડ ડે તરીકે મનાવશે.

ઘણા લાંબા સમયથી બીએસએનએલ- એમટીએનએલના કર્મચારીઓ તથા પેન્‍શરોને નવા પગાર પંચનો લાભ ન મળતાં નારાજગી કર્મચારીઓને થયેલ અન્‍યાય સામે લડત બીએસએનએલમાં બેવડીનીતી સામે ઉગ્ર આક્રોશ- બીએસએનએલના ઉચ્‍ચ અધિકારીઓને ૭માં પગારપંચ મુજબ વેતન લાભો મળે છે. જયારે બીએસએનએલમાં સમાવેશ થયેલા કર્મચારીઓ તથા પેન્‍શનરોને પગારપંચના લાભથી વંચિત રાખી ભેદભાવભરી નીતી સામે સમગ્ર દેશમાં સુત્રોચ્‍ચાર દેખાવો યોજી કોમ્‍યુનીકેશન મીનીસ્‍ટર ન્‍યુ દિલ્‍હી સેક્રેટરી ડોટ ન્‍યુ દિલ્‍હી ચીફ જનરલ મેનેજર ગુજરાત પ્રિન્‍સીપાલ જનરલ મેનેજર, બીએસએનએલ રાજકોટને તા.૨-૭ના રોજ વિસ્‍તૃત આવેદનપત્ર જોઇન્‍ટફોરમના હોદેદારો દ્વારા રૂબરૂ આપવામાં આવશે. રાજકોટમાં કાલે સવારે ૧૦:૩૦ કલાકે જયુબીલીબાગ ટેલીફોન એક્ષચેંજ ગેઇટ પાસે વિશાળ સંખ્‍યામાં પેન્‍શનરો ઉપસ્‍થિત રહી દેખાવો સુત્રોચ્‍ચાર કરશે. ત્‍યારબાદ રાજકોટ બીએસએનએલના પ્રીન્‍સીપાલ જનરલ મેનેજરને લાંબા સમયથી પેન્‍ડીંગ પગારપંચ પેન્‍શન રીવીઝન, ૧-૧-૨૦૧૭ થી ૧૫ ટકા ફીટમેન્‍ટ મુેજબ આપવા માટે આવેદનપત્ર આપવામાં આવશે. તમામ પેન્‍શનરોએ તા.૨-૭ મંગળવારે સવારે ૧૦:૩૦ કલાકે જયુબીલી બાગ ટેલીફોન એક્ષચેંજ રાજકોટ ખાતે ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે.

(3:55 PM IST)