<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

પ્રિયા રાજવંશના ભાઇ કમલજીત સાથે વહીદા રહેમાને કર્યા હતાં લગ્ન

વહીદાજીના દિકરો અને દિકરીએ બનાવી છે રાઇટર તરીકે કારકિર્દીઃ પ્રિયા રાજવંશની હત્યાના આરોપમાં પકડાયા હતાં દેવઆનંદના ભત્રીજા

મુંબઇ તા. ૧: હિન્દી સિનેમા જગતના જાણીતા અભિનેત્રી વહીદા રહેમાન પોતાની ફિલ્મી કારકિર્દીને કારણે જેટલા ચર્ચામાં નથી એટલા પોતાની અંગત જીંદગીને કારણે ચર્ચામાં હતાં. બહુ ઓછા લોકો વહિદા રહેમાનના પતિ અને બાળકો વિશે જાણે છે. અભિનેત્રી પ્રિયા રાજવંશ અને વહિદા રહેમાન વચ્ચે નણંદ-ભોજાઇનો સંબંધ હતો.

વહીદા રહેમાને પોતાની છ દસકા લાંબી કારકિર્દીમાં અનેક હિટ અને કલાસીક ફિલ્મો આપી છે. પદ્મ ભુષણ અને પદ્મશ્રી તથા દાદાસાહેક ફાળકે પુરષ્કારથી પણ તેમનું સન્માન થયું હતું. તે કદી હિરોઇન બનવા નહોતા ઇચ્છતા, પણ નસિબ તેને અભિનયની દુનિયામાં લાવ્યું હતું. અહિ તેની મુલાકાત એક શખ્સ સાથે થઇ હતી, જેની સાથે તેણે લગ્ન કર્યા હતાં. વહીદાજીએ શશી રેખી સાથે લગ્ન કર્યા હતાં, જે કમલજીતના નામે જાણીતા હતાં. કમલજીતે ૬૦-૭૦ના દસકમાં શગુન, તમાચા, હીરરાંઝા,  સન ઓફ ઇન્ડિયા સહિતની ફિલ્મોમાં કામ કર્યુ હતું.

કહેવાય છે કે ગુરૂદત્ત સાથે સંબંધ ખતમ થયા પછી કમલજીત સાથે વહીદા રહેમાનની મુલાકાત થઇ હતી. તેણે કમલજીત સાથેના રિલેશનને ઘરમાં વાત કરી હતી. પણ લગ્ન સામે વાંધો ઉઠાવાયો હતો. છતાં વહીદાજીએ ૧૯૭૪માં તેની સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન પછી આ બંનેના જીવનમાં દિકરો સોહેલ અને દિકરી કાશવીના માતા-પિતા બન્યા હતાં. ૨૦૦૦ની સાલમાં કમલજીતનું નિધન થયું હતું. તેઓ અભિનેત્રી પ્રિયા રાજવંશના ભાઇ હતાં. આ રીતે વહિદા અને પ્રિયા બંને નણંદ-ભોજાઇ હતાં. પ્રિયા રાજવંશે દેવઆનંદના ભાઇ ફિલ્મ મેકર ચેતન આનંદ સાથે લગ્ન કર્યા હતાં. ચેતન પહેલેથી પરણેલા હતાં અને બે દિકરા કેતન તથા વિવેક હતાં. કેતન અને વિવેક પર પ્રિયા રાજવંશની હત્યાનો આરોપ લાગતાં જુલાઇ ૨૦૦૨માં આજીવન કારાવાસની સજા થઇ હતી. પછી જામીન મળી ગયા હતાં. પતિના અવસાન પછી વહિદાએ બીજુ ઘર વસાવ્યું નહોતું. તેમણે એકલાએ દિકરા-દિકરીનું પાલન કર્યુ હતું. આ બંને દિકરો-દિકરી રાઇટર છે.

(4:12 PM IST)