News of Monday, 1st July 2024
કેન્દ્રીય મંત્રીના પત્નીની બદનક્ષી કરતા મેસેજ ટ્વિટર ઉપર મૂકવા બદલ કોંગ્રેસના સાંસદને ૫૦ લાખ રૂપિયા ચૂકવવા ફોર્ટનો આદેશ: ઉપરાંત માફી પણ પ્રસિદ્ધ કરવી પડશે

માનહાનીના એક કેસમાં મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસના સાંસદ સાંકેત ગોખલેને અદાલતે ૫૦ લાખ રૂપિયા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી હરદીપ પુરીના પત્નીને વળતરરૂપે ચુકવવા આદેશ આપ્યો છે, આ ઉપરાંત તેમના પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં માફી પ્રસિદ્ધ કરવાનો પણ ગોખલેને આદેશ અપાયો છે. ગોખલેએ ૨૦૨૧માં એવો આક્ષેપ આક્ષેપ કર્યો હતો કે હરદીપ પુરીના પત્ની લક્ષ્મી પુરી એ તેમની અઘોષિત સંપત્તિથી સ્વીટઝરલેન્ડમાં પ્રોપર્ટી ખરીદી છે, સુનાવણી દરમિયાન જ આ ટિપ્પણી ટ્વિટર ઉપરથી હટાવી લેવા નો પણ કોર્ટે આદેશ આપ્યો હતો
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
