તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 1st July 2024
લોકસભામાં રાહુલની સટાસટી: "તમે સ્પીકર બન્યા ત્યારે હું અને પીએમ મોદી તમને ખુરશી સુધી છોડી ગયા, પરંતુ તે સમયે અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે મેં તમારી સાથે હાથ મેળવ્યા તો તમે ટટ્ટાર થઈને મને મળ્યા, પણ જેવા વડાપ્રધાન મોદીએ હાથ આગળ કર્યા તો તમે માથું ઝૂકાવ્યું અને પછી હાથ મિલાવ્યા": સંસદમાં હંગામો મચી ગયો

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપરના આભાર પ્રસ્તાવ ઉપર બોલતા અધ્યક્ષ ઓમ બિરલા ને નિશાન ઉપર લીધા હતા અને કહેલ કે તમે સ્પીકર બન્યા ત્યારે હું અને પીએમ મોદી તમને ખુરશી સુધી છોડી ગયા, પરંતુ તે સમયે અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે મેં તમારી સાથે હાથ મેળવ્યા તો તમે ટટ્ટાર થઈને મને મળ્યા, પણ જેવા વડાપ્રધાન મોદીએ હાથ આગળ કર્યા તો તમે માથું ઝૂકાવ્યું અને પછી હાથ મિલાવ્યા..
તેમની વાતનો જવાબ આપતા ઓમ બિરલા એ કહ્યું કે વડીલોની સામે ઝુકવાની પરંપરા તેમણે જાળવી રાખી છે. જોકે રાહુલ ગાંધીએ કહ્યું કે સ્પીકર સદનના સૌથી મોટા નેતા છે, તો અધ્યક્ષ એ કહ્યું કે પ્રધાનમંત્રી સદનના નેતા છે. મારી સંસ્કૃતિ અને પરંપરા કહે છે કે વ્યક્તિગત અને સાર્વજનિક જીવનમાં આ બેઠક ઉપર મારે એ લોકોને પ્રણામ કરવા જોઈએ કે જે મોટા છે; અને જે સમાન છે તેમની સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ, આ મેં શીખેલું છે. હું મારી આ ખુરશી ઉપરથી કહી શકું છું કે વડીલોને પ્રણામ કરવા અને જરૂર પડે તેમના ચરણસ્પર્શ કરવા એ મારી સંસ્કૃતિ છે. રાહુલ ગાંધીએ આ પછી કહ્યું કે અધ્યક્ષશ્રીની વાતનું સન્માન કરું છું, પરંતુ આ ગૃહમાં અધ્યક્ષથી મોટું કોઈ નથી અને તમામે તેમની સામે ઝુકવું જોઈએ. હું આપને પ્રણામ કરીશ અને સમગ્ર વિરોધ પક્ષ પણ એવું જ કરશે. તેમણે કહ્યું કે અધ્યક્ષ લોકસભાના સંરક્ષક અને અંતિમ નિર્ણય હોય છે.
રાહુલ ગાંધીના આક્ષેપોથી સમગ્ર ગૃહમાં હંગામો મચી ગયો હતો. સમગ્ર સત્તાપક્ષ ઉભો થઈ ગયેલ અને અમિતભાઈ શાહ પણ ભડકી ઉઠેલ તથા સ્પીકરનું અપમાન થયાનું જણાવેલ.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
