News of Monday, 1st July 2024
સત્તાધારી પક્ષને એક સાંસદનો અવાજ દબાવવાની ખૂબ ભારે કિંમત ચૂકવવી પડી છે. મને બેસાડી દેવાના ચક્કરમાં પ્રજાએ તમારા ૬૩ સાંસદોને કાયમી રૂપે બેસાડી દીધા છે: મહુવા મોઈત્રા

મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસના તેજતર્રાર સાંસદ મહુવા મોઈત્રાએ સંસદમાં ભાજપ ઉપર જબરજસ્ત પ્રહારો કરતા કહ્યું હતું કે ગઈ લોકસભામાં જ્યારે હું અહીં સંસદમાં ઉભી થઈ તો મને બોલવા દેવામાં આવેલ નહીં, પરંતુ સત્તાધારી પક્ષને એક સાંસદનો અવાજ દબાવવાની ખૂબ ભારે કિંમત ચૂકવવી પડી છે.
મહુઆએ કહેલ કે મને બેસાડી દેવાના ચક્કરમાં પ્રજાએ તમારા ૬૩ સાંસદોને કાયમી રૂપે બેસાડી દીધા છે.
તેમણે કહ્યું કે દેશની જનતાએ ભાજપને ૩૦૩ માંથી ૨૪૦ સીટો ઉપર લાવી દીધેલ છે.
લોકસભામાં આજે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ ઉપર તીખી નોકઝોંક થઈ હતી
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
