<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

UPSC પ્રિલિમ્સ પરિણામ 2024: UPSC પ્રિલિમ્સ પરીક્ષાના પરિણામો જાહેર :લિંક પર જાણો પરિણામ કઈ રીતે ચકાસશો ?

પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર તેમનું પરિણામ જોઈ શકે :પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષામાં બેસશે: મુખ્ય પરીક્ષા પછી ઇન્ટરવ્યુ અને પછી અંતિમ પરિણામ જાહેર કરશે.

નવી દિલ્હી : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, UPSC એ સિવિલ સર્વિસિસ (પ્રિલિમિનરી) પરીક્ષા 2024 નું પરિણામ આજે, 1 જુલાઈ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર તેમનું પરિણામ જોઈ શકે છે. આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષામાં બેસશે. મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યુ અને પછી અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા 16 જૂનના રોજ બે શિફ્ટમાં લેવામાં આવી હતી. UPSC સિવિલ સર્વિસીસ 2024 પરીક્ષા દ્વારા કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં 1056 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS)નો સમાવેશ થાય છે. કુલ ખાલી જગ્યાઓમાંથી 40 બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરી ધરાવતી વ્યક્તિઓ માટે આરક્ષિત છે.

  કમિશને એક સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે આ ઉમેદવારોની ઉમેદવારી કામચલાઉ છે. પરીક્ષાના નિયમો મુજબ, આ તમામ ઉમેદવારોએ સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા, 2024 માટે વિગતવાર અરજી ફોર્મ-I (DAF-I) માં ફરીથી અરજી કરવાની રહેશે. DAF ભરવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

  UPSC CSE પ્રિલિમ્સના પરિણામો 2O24 જોવા માટે સીધી લિંક UPSC પ્રિલિમ્સ પરિણામ 2024: પરિણામ જોવા માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે પગલું 1: પરિણામ જાહેર થયા પછી, 

 તમારે UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જવું પડશે. પગલું 2: હોમ સ્ક્રીન પર "પરીક્ષાઓ" અથવા "પરિણામો" લિંક પર ક્લિક કરો. પગલું 3: પછી હોમ પેજ પર તમારે "સિવિલ સર્વિસીસ (પ્રિલિમિનરી) પરીક્ષા 2024" લિંક પર ક્લિક કરવાનું રહેશે. પગલું 4: પરિણામ પીડીએફ ફાઇલમાં જાહેર કરવામાં આવશે, જે ખોલ્યા પછી તમને તમારો રોલ નંબર મળશે. તમે Ctrl + F નો ઉપયોગ કરીને તમારો રોલ નંબર શોધી શકો છો.

(8:56 PM IST)