News of Monday, 1st July 2024
સાવધાન :ઇન્કમટેક્ષ રિટર્નના નામે થતા ફ્રોડ !!:અજાણ્યા નંબર પરથી ઇન્કમટેક્ષના નામે આવેલી લિન્ક પર ક્લિક કરશો નહીં
અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા સોશિયલ મીડિયા પર આપેલ સંદેશમાં લોકોને ઇન્કમટેક્ષ રિટર્ન ભરવાના નામે થતી છેતરપિંડીને લઈ સાવધાન રહેવા માટે અપીલ કરી

નવી દિલ્હી :આવક વેરા રિટર્ન ભરવાની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે અને વીતેલા નાણાકીય વર્ષ 2023-24 માટે રિટર્ન ફાઈલ કરવામાં સામાન્ય પ્રજાજનો વ્યસ્ત છે. કેટલાક અસામાજીક તત્વો આ પ્રકાની સ્થિતિનો ગેરલાભ લેવાની ફિરાકમાં છ અને લોકો સાથે છેતરપિંડી આચરી શકે છે.
આ અંગે અમદાવાદ સાઈબર ક્રામ દ્વારા લોકોનું ધ્યાન દોરવા સાથે સાથે સાવધાન પણ કર્યાં છે. અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા સોશિયલ મીડિયા પર આ અંગે એક સંદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવેલ સંદેશમાં લોકોને ઇન્કમટેક્ષ રિટર્ન ભરવાના નામે થતી છેતરપિંડીને લઈ સાવધાન રહેવા માટે અપીલ કરી છે. અને કોઈ પણ પ્રકારની અપરિચીત લિંક પર ક્લિક નહીં કરવા અપીલ કરી છે.
ઇન્કમટેક્ષ રિટર્નના નામે થતા ફ્રોડથી સાવધાન કહો. અજાણ્યા નંબર પરથી ઇન્કમટેક્ષના નામે આવેલી લિન્ક પર ક્લિક કરશો નહીં, આ સાયબર ફ્રોડ હોઈ શકે છે.સતર્ક રહો, સુરક્ષિત રહો!
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
