<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

જૂન મહિનામાં જીએસટી કલેક્શન ૭.૭ ટકા વધીને ૧.૭૪ લાખ કરોડ રૂ. થયું

સુત્રોએ મનીકંટ્રોલને જણાવ્યું હતું કે, મે મહિનામાં રૂ. ૧.૭૩ લાખ કરોડની સરખામણીએ જૂનમાં ભારતનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ૭.૭ ટકા વધીને રૂ. ૧.૭૪ લાખ કરોડ થયું છે.

આ સંખ્યા પાછલા મહિનાની સરખામણીએ થોડી વધારે હતી પરંતુ એપ્રિલમાં થયેલ જીએસટીની આવક કરતાં ઓછી હતી, એપ્રિલ 2024 માં જીએસટી નું કલેક્શન ૨.૧ લાખ કરોડની સર્વ શ્રેષ્ઠ ટોચે પહોંચ્યું હતું.

આ વર્ષના પ્રથમ ૩ મહિનામાં કુલ રૂ. ૫.૫૭ લાખ કરોડનું કલેક્શન થયું, જે દર મહિને સરેરાશ રૂ. ૧.૮૬ લાખ કરોડનું થવા જાય છે.


 

(12:01 AM IST)