News of Tuesday, 2nd July 2024
સલમાનની હત્યાનું ઘડાયું હતું કાવતરું: પાકિસ્તાનથી આવ્યા હાઈટેક હથિયાર:પોલીસના ચોંકાવનારા ખુલાસા
ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઓગસ્ટ 2023થી એપ્રિલ 2024 વચ્ચે બિશ્નોઈ ગેંગ દ્વારા ઘડવામાં આવ્યું

મુંબઈ :ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાના કાવતરાના કેસમાં, નવી મુંબઈ પોલીસે ચાર્જશીટમાં ખૂબ જ સનસનાટીભર્યા વિગતો આપી હતી અને કહ્યું હતું કે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જેમજ તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. બિશ્નોઈ ગેંગ એક્ટર સલમાનની દરેક પ્રવૃત્તિઓ પર નજર રાખતી હતી. તેના બાંદ્રા ઘર, પનવેલ ફાર્મહાઉસ અને ફિલ્મ સિટીમાં અને તેની પ્રવૃત્તિઓની વિગતો એકત્રિત કરી હતી.
સલમાનની હત્યા માટે AK-47, M16 અને AK-92નો ઉપયોગ કરવાના હતા જે પાકિસ્તાનથી બિશ્નોઈ ગેંગના સભ્ય દ્વારા લાવવામાં આવ્યા હતા. સલમાન ખાનને મારવા માટે શૂટર્સને 25 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પનવેલ સિટી પોલીસે તેની ચાર્જશીટમાં કહ્યું છે કે ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઓગસ્ટ 2023થી એપ્રિલ 2024 વચ્ચે બિશ્નોઈ ગેંગ દ્વારા ઘડવામાં આવ્યું હતું.
પોલીસે તેમની ચાર્જશીટમાં બિશ્નોઈ ગેંગના અનેક સભ્યોની ધરપકડ કરી હતી. આ આરોપીઓમાં ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરાયેલા ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગુજરાતમાંથી ધરપકડ કરાયેલ ગૌરવ ભાટિયા ઉર્ફે નહાઈ ઉર્ફે સંદીપ બિશ્નોઈ, સંભાજીનગરમાંથી ઝડપાયેલા વાસ્પી મહમૂદ ખાન ઉર્ફે વસીમ ચિકના, યુપીમાંથી ધરપકડ કરાયેલા જીશાન ઝકરૂલ હસન ઉર્ફે જાવેદ ખાન અને દીપલ હવા સિંહ ગોગલિયા ઉર્ફે જાન વાલ્મીકિનો સમાવેશ થાય છે.
ગયા મહિને પનવેલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, આરોપીઓએ એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને તેમાં સલમાનને મારવા માટે હાઇટેક હથિયારોના ઉપયોગને લગતા સંદેશાઓ શેર કરી રહ્યા હતા. આ સંદેશાઓ અને વોટ્સએપ કોલ્સમાં કહેવામાં આવ્યું હતું કે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવા જ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે.
ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર ષડયંત્ર લોરેન્સ બિશ્નોઈ, તેના ભાઈ અમોલ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે ઘડ્યું હતું. આ વોટ્સએપ વીડિયો કોલ્સમાં અન્ય એક વ્યક્તિની ઓળખ પાકિસ્તાનના ડોગર તરીકે થઈ હતી. ડોગરે આરોપી સાથે વોટ્સએપ કોલમાં વાત કરી હતી. સલમાનની હત્યાના કાવતરામાં 60-70 લોકો સામેલ હતા. તેમના બાંદ્રા ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ, પનવેલ ફાર્મહાઉસ અને ફિલ્મસિટીના સમગ્ર રૂટ જેવા વિવિધ સ્થળોએ રેસી હાથ ધરવામાં આવી હતી.
ડોગરે વિડિયો કોલમાં કહ્યું હતું કે તે આ હાઇટેક હથિયારો ખરીદશે પરંતુ તેની ચુકવણી તેના બોસ ગોલ્ડી બ્રારના કેનેડિયન એકાઉન્ટમાં કરવાની રહેશે. તેણે કહ્યું કે શૂટર્સ બ્રાર અને અમોલ બિશ્નોઈની રાહ જોઈ રહ્યા હતા કે તેઓ સલમાનને મારવાના આદેશ આપે. અન્ય આરોપી કશ્યપે વાતચીતમાં કહ્યું, 'સલમાન ખાનને બુલેટ પ્રૂફ કારમાં ફરવા દો, અમારા શૂટર્સ તેને મારી નાખશે.'
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
