<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મોબાઇલ નંબરના આધારે જીએસટી પેઢીની તમામ જાણકારી મળી રહેશે

જીએસટી પોર્ટલ પર સુવિધા શરૂ થતા વેપારીઓને રાહત : મોબાઇલ નંબરના આધારે તપાસથી વેપારીઓ છેતરાતા બચશે

મુંબઇ,તા. ૨: જીએસટી નંભરના આધારે જીએસટી પોર્ટલ પર વેપારીની માહિતી મળી રહેતી હતી. જવારે તે સુવિધામાં વધુ એક ઉમેરો કરીને મોબાઈલ નંબરના આધાર જ વેપારીની પેઢીની લગતી વિગતો મળી રહે તેવી સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. તેના લીધે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે.

વેપારીઓ દ્વારા જયારે કોઇ વસ્‍તુનું વેચાણ કરવામાં આવે ત્‍યારે સામેવાળો વેપારી યોગ્‍યા છે કે જાણકારી મળતી નથી. તેમાં પણ ખાસ કરીને ઉપાર માળ આપવાનો હોય ત્‍યારે વિશ્વાસના આધારે જ વેપાર કરવામાં આવતો હોય છે. જયારે હવેથી વેપારીના મોબાઈલ નંબરના આધારે જ જીએસટી પેઢીની વિગતો સરળતાથી મળી રહે તેવી સુવિધા શરૂ કરવામાં આવી જીએસટી પોર્ટલ પર જીએસટી કંબરના આધારે વેપારીની વિગતો મળી રહેતી હતી. જયારે હવેથી મોબાઈલ નંબરના આધારે વિગતો મળવાના લીધે વેપારીઓને વધુ ફાયદો થવાનો છે. તે માટેનું કારણ એવું પણ છે કે વેપારી પાસે માલ ખરીદવા આવનાર સાથે સૌથી વધુ મોબાઈલના આધારે જ સંપર્કમાં આવતા હોય છે. ત્‍યારબાદ વેપારી માળ ખરીદીને જયારે નાણાં ચુકવણી કરવાનો સમય આવે ત્‍યારે મોબાઈલ નંબર બંધ કરી દેતા હોય છે. આવા અનેક કિસ્‍સા બનતા હોય છે. પરંત તુ મોબાઇલ નંબરના આધારે જ જીએસટીની વિગતો મળી રહેવાના લીધે વેપારી છેતરપિંડીનો શિકાર થતા બચી શકવાની શક્‍યતા રહેલી છે. (૨૨.૪)

બોગસ બિલ સહિતની સમસ્‍યાનો ઉકેલ આવશે

મોબાઇલ નંબરના આધારે જીએસટીની વિગતો મળવાના લીધે બોગસ પેઢીના કેસમા ઘટાડો થવાની શક્‍યતા રહેલી છે. સાથે સાથે વેપારી દ્વારા જયારે કોઇ માલની ખરીદી કરી હોય અને તેમાં આપવામાં આવેલું બિલ સાચું છે કે બોગસ તેની પણ જાણકારી સરળતાથી મળી રહેવાની છે. કારણ કે વેપારી સાથે સતત જે મોબાઇલ સાથે સંપર્કમાં હોય તે જ નંબર જીએસટી પોર્ટલ પર હશે તો વેપારી છેતરાતા પણ બચી શકશે.

- અતીત દિલીપ શાહ (સીએ)

(9:36 AM IST)