તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ભારતીયો માત્ર ૨૦૯ રૂપિયામાં અવકાશમાં મુસાફરી કરી શકશે
SERAએ સ્પેસ મિશનમાં ભારતનો કર્યો સમાવેશ : શારીરિક માનકો પર ખરૂ ઊતરવું પડશે : ત્રણ દિવસની તાલીમ અપાશે

નવી દિલ્હી તા. ૨ : અમેરિકાની સ્પેસ એકસપ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સીએ તેના સ્પેસ મિશનમાં ભારતનો સમાવેશ કર્યો છે. આ મિશનમાં ભારતના લોકો અવકાશમાં પણ જઈ શકશે. આ મિશન પીઢ ઉદ્યોગપતિ જેફ બેઝોસની બ્લુ ઓરિજિન કંપનીના ન્યૂ શેપર્ડ રોકેટથી પૂર્ણ થશે. SERA દુનિયાભરના લોકોને અવકાશમાં મોકલવાનું કામ કરી રહી છે. સેરા અને બ્લુ ઓરિજિન એકસાથે એવા દેશોને તક આપી રહ્યા છે જેમની પાસે અવકાશમાં જવા માટે વધારે સંસાધનો નથી. આ મિશન દ્વારા ભારત અંતરિક્ષમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી શકશે.
આ મિશન માટે બ્લુ ઓરિજિન્સ ન્યૂ શેપર્ડ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે, જેનો ફરીથી ઉપયોગ કરી શકાશે. આ રોકેટ લોકોને અંતરિક્ષની સરહદ પાર લઈ જશે, જયાંથી પૃથ્વીનો નજારો જોવાલાયક હશે.
SERAના સ્થાપકો જોશુઆ સ્કુર્લા અને સેમ હચીસને આ મિશનમાં ભારતના સમાવેશ પર ભારે ઉત્સાહ વ્યકત કર્યો છે. તેમનું માનવું છે કે અંતરિક્ષમાં ભારતની રૂચિ અને અનુભવ આ મિશનને સફળ બનાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. સ્કુરલાએ કહ્યું, 'અમે ભારત સાથે કામ કરીને ખુશ છીએ કારણ કે ભારત પાસે અવકાશ ક્ષેત્રે ઘણો અનુભવ છે. ભારત અન્ય દેશો માટે ઉદાહરણ બની શકે છે. પોતાની તાકાત બતાવી શકે છે. તેથી જ અમારો રસ રહ્યો.કોઈપણ ભારતીય આ મિશનમાં જવા માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે તમારે માત્ર ૨.૫ ડોલર એટલે કે અંદાજે રૂ. ૨૦૯ ચૂકવવા પડશે. આ પછી, લોકોના વોટિંગ દ્વારા છ લોકોને પસંદ કરવામાં આવશે જેઓ આ મિશનનો ભાગ હશે. ત્રણ તબક્કામાં મતદાન થશે. કેટલાક લોકો દરેક તબક્કે બાકાત રહેશે. આખરે છ લોકોની પસંદગી કરવામાં આવશે. પાંચ બેઠકો માટે દેશ અને પ્રદેશના આધારે મતદાન થશે. જયારે વિશ્વભરના લોકો છઠ્ઠી બેઠક માટે મતદાન કરી શકશે
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
