તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
રાહુલે 'અભયમુદ્રા'નો જે ઉલ્લેખ કર્યો છે તેવું ઇસ્લામમાં કશુ છે જ નહિ : ખોટુ બોલ્યા
હવે રાહુલના નિવેદન સામે મુસ્લિમ ધર્મગુરૂઓએ ધોકો પછાડયો

નવી દિલ્હી, તા.૨: ગઇકાલે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈને ઘણો વિવાદ થયો છે. એક તરફ જ્યાં બીજેપી અને હિંદુ છાવણી તેમના પર પ્રહારો કરી રહી છે ત્યારે હવે ઈસ્લામિક ધર્મગુરુઓએ પણ એક વાત પર વાંધો વ્યકત કર્યો છે. અભયમુદ્રાને લઈને રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને અખિલ ભારતીય સૂફી સજ્જાદંશિન કાઉન્સિલના પ્રમુખ નસીરુદ્દીન ચિશ્તીએ ફગાવી દીધું છે. તેણે આની નિંદા કરી છે અને કહ્યું છે કે ઇસ્લામમાં આ ક્યાંય કહેવામાં આવ્યું નથી. તેમણે અભયમુદ્રાને ઈસ્લામ સાથે જોડવાની વાતને ખોટી ગણાવીને વખોડી કાઢી અને કોંગ્રેસ નેતાને તેમનું નિવેદન સુધારવાની માંગ કરી.
મીડિયા સાથે વાત કરતા ચિશ્તીએ કહ્યું, રાહુલ ગાંધીજીનું સંસદમાં નિવેદન જેમાં તેમણે અભયમુદ્રાનો ઉલ્લેખ કર્યો છે. અભયમુદ્રાને ઈસ્લામ સાથે જોડવું બિલકુલ ખોટું છે. તેઓએ ઇસ્લામમાં નમાજ પઢવાની સરખામણી અભય મુદ્રા સાથે કરી છે જે તદ્દન ખોટી છે. ઈસ્લામમાં કોઈ મૂર્તિપૂજા નથી, હા હિંદુ ધર્મમાં વિવિધ મુદ્રાઓ અને દેવીપ્રદેવતાઓની પૂજાનો ઉલ્લેખ છે, પરંતુ ઈસ્લામમાં કોઈ પૂજા નથી. તેથી અભયમુદ્રાને ઇસ્લામ સાથે જોડવી એ ઇસ્લામના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે. કદાચ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના પ્રતીકને અભયમુદ્રા કહેવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેને ઈસ્લામ સાથે જોડવું ખોટું છે. હું આની નિંદા કરું છું, તેણે પોતાનું નિવેદન સુધારવું જોઈએ.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે તમામ ધર્મોએ અહિંસા અને નિર્ભયતાની વાત કરી છે. ભગવાન શિવ પણ એવું જ કહે છે. ભાજપ લોકોને ડરાવે છે. શિવની તસવીરમાં કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ 'અભય મુદ્રા'છે. તે નિર્ભય રહેવાની પણ વાત કરે છે. વધુમાં રાહુલે કહ્યું કે ઈસ્લામ ધર્મમાં ઁઅભય મુદ્રા બંને હાથ જોડીને પ્રાર્થના કરવામાં પણ જોવા મળે છે. અખિલ ભારતીય સૂફી સજ્જાદા નશીન કાઉન્સિલે આ અંગે વાંધો વ્યકત કર્યો છે.
અખિલ ભારતીય સૂફી સજ્જાદા નશીન કાઉન્સિલના અધ્યક્ષ સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે સંસદમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઇસ્લામમાં નિર્ભયતા છે. હું તેમને કહેવા માંગુ છું કે ઈસ્લામ ધર્મમાં કોઈ મૂર્તિપૂજા નથી કે કોઈ પ્રકારનું ચલણ નથી. હું આનું ખંડન કરું છું. હું માનું છું કે રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન સુધારવું જોઈએ.
આ પહેલા ગૃહમાં જ ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આ ટિપ્પણી પર પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. તેમણે ગૃહમાં કહ્યું કે, રાહુલ ગાંધીને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઇસ્લામના લોકો પાસેથી ઇસ્લામમાં નિર્ભય મુદ્રા વિશે શું કહે છે તેની માહિતી લે. કોંગ્રેસને અભય વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે ઈમરજન્સી દરમિયાન સમગ્ર દેશને ડરાવ્યો હતો. તેમણે ગૃહમાં માફી માંગવી જોઈએ.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
