તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
રાહુલ ગાંધી પોતે આતંકવાદી છે...':હિંદુવાળા નિવેદન પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની વિવાદી પ્રતિક્રિયા
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગૃહમાં હિન્દુઓને લઈને નિવેદન આપ્યું

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મંગળવારે (2 જુલાઈ) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે રાહુલને આતંકવાદી કહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગૃહમાં હિન્દુઓને લઈને નિવેદન આપ્યું છે. રાહુલે કહ્યું હતું કે પોતાને હિંદુ ગણાવતા લોકો હિંસા અને નફરત ફેલાવી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી આઠવલેને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે રાહુલને આતંકવાદી ગણાવ્યા.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, "રાહુલ ગાંધીએ હિંદુઓને આતંકવાદી કહ્યા, તેઓ પોતે આતંકવાદી છે. ભાજપ અને વડાપ્રધાન મોદી પર આરોપ લગાવવો ખોટું છે. રાહુલ હિન્દુ સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે." રાહુલના નિવેદનને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. સોમવારે (1 જુલાઈ) જ્યારે કોંગ્રેસ સાંસદે ગૃહમાં પોતાનું નિવેદન આપ્યું ત્યારે ભારે હોબાળો થયો હતો. વડા પ્રધાન મોદીએ પોતે ઊભા થઈને સ્પીકર ઓમ બિરલાને કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે.
વાસ્તવમાં, રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે તમામ ધર્મો દ્વારા આપવામાં આવેલ ઉપદેશોનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી તેમણે કહ્યું કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા અને નફરત ફેલાવવાનું કામ કરે છે. તમે લોકો બિલકુલ હિંદુ નથી. હિંદુ ક્યારેય હિંસા ન કરી શકે, નફરત અને ભય ફેલાવી શકે નહીં.
રાહુલનું આ નિવેદન સાંભળીને શાસક પક્ષ ખૂબ નારાજ થઈ ગયો અને પછી સૂત્રોચ્ચાર કરવા લાગ્યો. રાહુલને તેમના નિવેદન બદલ માફી માંગવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઉભા થઈને કહ્યું હતું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો એ ખૂબ જ ગંભીર બાબત છે. જોકે, રાહુલે તરત જ આરોપોનો જવાબ આપતા કહ્યું કે ભાજપ અને પીએમ મોદી આખો હિન્દુ સમાજ નથી. આરએસએસ એ સમગ્ર હિન્દુ સમાજ નથી. રાહુલે જ્યારે આરોપોનો જવાબ આપ્યો ત્યારે વિપક્ષી સાંસદોએ પણ તેમને પ્રોત્સાહિત કર્યા. સંસદમાં આ નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
