તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
આતંકવાદને આશ્રય આપનાર દેશ પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી : પ્રતિબંધિત સંગઠનના બે મુખ્ય કમાન્ડર સહિત 9 આતંકવાદીઓને ઠાર માર્યા : આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો ઝડપાયા
માર્યા ગયેલા આતંકવાદીઓ સુરક્ષા દળના કાફલા પર હુમલા સહિત વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ વોન્ટેડ હતા : પાકિસ્તાનના સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં બે ઓપરેશન પાર પાડયા

નવી દિલ્હી તા.૨ : આતંકવાદને આશ્રય આપનાર દેશ પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાનના સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં બે ઓપરેશનમાં પ્રતિબંધિત સંગઠનના બે મુખ્ય કમાન્ડર સહિત 9 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાની સેનાના મીડિયા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
માહિતી અનુસાર, આ ઓપરેશન લક્કી મારવત અને ખૈબર જિલ્લામાં કરવામાં આવ્યા હતા. ખૈબર જિલ્લાની તિરાહ ઘાટીમાં ઓપરેશન દરમિયાન કમાન્ડર નજીબ ઉર્ફે અબ્દુર રહેમાન અને અશફાક ઉર્ફે મુઆવિયા સહિત સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે
લક્કી મારવતમાં ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકી કમ્પાઉન્ડને નિશાન બનાવીને બે આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ સુરક્ષા દળના કાફલા પર હુમલા સહિત વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ વોન્ટેડ હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
ભારત અને પાકિસ્તાને સોમવારે એકબીજાની કસ્ટડીમાં નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી હતી. ભારતના સતત પ્રયાસોને કારણે 2014થી અત્યાર સુધીમાં 2,639 ભારતીય માછીમારો અને 71 નાગરિક કેદીઓને પાકિસ્તાનમાંથી પરત મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી.
કેદીઓને રાજદ્વારી સહાય પૂરી પાડવા અંગેના 2008ના દ્વિપક્ષીય કરારની જોગવાઈઓ હેઠળ, દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ આવી યાદીઓની આપ-લે કરવામાં આવે છે, એમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત અને પાકિસ્તાને સોમવારે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં એકસાથે રાજદ્વારી ચેનલો દ્વારા એક બીજાની કસ્ટડીમાં નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી હતી."
ભારતે તેની કસ્ટડીમાં રહેલા 366 નાગરિક કેદીઓ અને 86 માછીમારોના નામ શેર કર્યા છે જેઓ પાકિસ્તાની છે અથવા પાકિસ્તાની હોવાની શંકા છે. એ જ રીતે, પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા 43 નાગરિક કેદીઓ અને 211 માછીમારોના નામ શેર કર્યા છે જેઓ ભારતીય છે અથવા ભારતીય હોવાની સંભાવના છે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
