<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

૮૦ સીટ જીતી લઉં તો પણ મને EVM પર વિશ્વાસ નથી

સંસદમાં બોલ્‍યા અખિલેશ યાદવ... EVMને લઇને સવાલ ઉઠાવ્‍યા

નવી દિલ્‍હી તા. ૨ : મંગળવારે લોકસભામાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે વિપક્ષનું નેતૃત્‍વ કરતા નરેન્‍દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે EVM અંગે પણ સવાલો ઉઠાવ્‍યા હતા અને કહ્યું હતું કે, જયાં સુધી ઈલેક્‍ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVMને સંપૂર્ણ રીતે હટાવી લેવામાં નહીં આવે ત્‍યાં સુધી તેમની લડાઈ ચાલુ રહેશે અને જો તેઓ સત્તામાં આવશે તો EVMને હટાવી દેશે.

અખિલેશ યાદવ બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર ચર્ચા દરમિયાન બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘ગઈકાલે પણ EVM પર ભરોસો ન હતો અને આજે પણ તેના પર કોઈ ભરોસો નથી. હું ૮૦માં ૮૦ સીટો જીતીશ તો પણ EVM પર ભરોસો નથી. EVMનો મુદ્દો મરી નથી ગયો, અમે આવીશું ત્‍યારે EVM કાઢી નાખીશું.

અખિલેશ યાદવે લોકસભામાં કહ્યું કે, ‘૨૦૨૪નછ લોકસભા ચૂંટણીનું પરિણામ ‘INDIA’ ગઠબંધન માટે જવાબદારીનો સંદેશ આપે છે અને આ પરિણામ સાંપ્રદાયિક રાજનીતિને ખતમ કરીને સમુદાયની રાજનીતિ શરૂ કરવા જઈ રહ્યું છે. એવું લાગે છે કે, પરાજિત સરકાર સત્તામાં છે. આ ચૂંટણીના પરિણામથી વિભાજનકારી રાજનીતિનો ભંગ થયો છે અને એકીકરણની રાજનીતિની જીત થઈ છે, આ સાથે તેમણે કહ્યું હતું કે, ‘દેશ કોઈની અંગત મનમર્જી નહીં થાય, જનમર્જી ચાલશે;' આ ચૂંટણીનો સંદેશ છે.

આ દરમિયાન અખિલેશ યાદવે અયોધ્‍યામાં ભાજપની હાર પર આકરા પ્રહારો કર્યા છે. અયોધ્‍યાની જીત એ દેશના પરિપક્‍વ મતદારોની જીત છે. અયોધ્‍યાની જીત એ આપણા ગૌરવની જીત છે. સંવિધાન જીવદયા છે અને તેની જીત થઈ છે. પ્રજાએ સરકારનું અભિમાન તોડી નાખ્‍યું છે. જેની લાકડીનો અવાજ ન હતો તેણે આ નિર્ણય લીધો. હોઈહિ સોઇ જો રામ રચિ રાખા

ભાજપના વિકાસના દાવાઓ પર સવાલ ઉઠાવતા સપાના વડાએ કહ્યું કે, ‘સરકાર કહે છે કે દેશ પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની ગઈ છે, પરંતુ તે કેમ છુપાવે છે કે જો આપણે પાંચમા સ્‍થાને છીએ તો આપણા દેશની માથાદીઠ આવક કેટલી છે? જો ઉત્તર પ્રદેશની અર્થવ્‍યવસ્‍થાને હજાર અબજ ડોલરની અર્થવ્‍યવસ્‍થા બનાવી હોય તો ૩૫ ટકા વૃદ્ધિ દરની જરૂર છે, જે શક્‍ય જણાતું નથી.'

અખિલેશ યાદવે કહ્યું કે, ‘બનારસમાં લોકો ક્‍યોટોના ફોટા સાથે શોધી રહ્યા છે. જે દિવસે ગંગા સાફ થશે, ક્‍યોટો બનશે. અમે બનાવેલા રસ્‍તાઓ પર વિમાનો ઉતર્યા છે અને તેઓએ બનાવેલા રસ્‍તાઓ પર બોટ ઉતરી છે અને હવે પણ તેમના પર બોટ ચાલશે

(5:08 PM IST)