<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

યુપીના હાથરસમાં ઢગલાબંધ લાશો જોતાં પોલીસ કોન્સ્ટેબલનુંહૃદય બેસી ગયું : હાર્ટએટેકથી મોત

ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ના કોન્સ્ટેબલ રવિ યાદવની લાશોની વ્યવસ્થા કરવાનું કામ સોંપાયેલું હતું

યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં મોટી જાનહાની બાદ ઢગલાબંધ લાશો જોઈને આઘાતથી એક પોલીસ કોન્સ્ટેબનું હૃદય બેસી ગયું હતું અને તેઓ પણ મોતને ભેટ્યાં હતા. ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ના કોન્સ્ટેબલ રવિ યાદવની લાશોની વ્યવસ્થા કરવાનું કામ સોંપાયેલું હતું પરંતુ આટલી મોટી સંખ્યામાં લાશો જોઈને તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું પણ તત્કાળ મરણ થયું.

ઈન્સપેક્ટર જગદીશ ચંદ્ર મૌર્યએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ રવિ યાદવની ફરજ હાથરસ અકસ્માતમાં મૃતકોના મૃતદેહોની વ્યવસ્થા કરવાની હતી. ફરજ પર હતા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને મૃત્યુ થયું. સત્સંગ સ્થળની વ્યવસ્થા એટલી નબળી હતી કે નાસભાગ બાદ મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં મુશ્કેલી પડી હતી તે ઉપરાંત બહાર જવાનો રસ્તો પણ ખૂબ સાંકડો હતો.

122થી વધુ લોકોના ભોગ લેનારી યુપીના હાથરસ સત્સંગની ટ્રેજેડીમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. આ સત્સંગ નારાયણ સાકર હરી તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાનો હતો અને તેમાં નાસભાગ મચતાં મોટી જાનહાની થઈ હતી. 

  નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા મૂળ કાસગંજના પટિયાલી ગામના છે. તેમણે પટિયાલીમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે. સંત બનતા પહેલા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. 18 વર્ષ પોલીસની નોકરી કર્યાં બાદ સ્વૈચ્છિક નિવૃતી લઈને પોતાના ગામમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં અને ગામડે ગામડે ભક્તિનો પ્રચાર કર્યો તેઓ હંમેશા સફેદ રંગના પેન્ટ અને શર્ટમાં સિંહાસન પર બેસીને ઉપદેશ આપે છે. ભોલે બાબાનો આ સત્સંગ પશ્ચિમ યુપીના લોકોમાં વધુ પ્રખ્યાત છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે. આજે ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે.

(9:59 PM IST)