તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
કિત.. કિત..કિત...! ટીએમસી સાંસદ કલ્યાણ બૅનર્જીનો ભાજપના 400 પારના નારા પર અનોખો કટાક્ષ : જુઓ વિડિઓ
કિત.. કિત… કિત.. એ પશ્ચિમ બંગાળમાં બાળકો દ્વારા રમાતી એક લોકપ્રિય રમત છે જેમાં ખેલાડીઓ મોટેથી 'ચુ' બોલીને રમત શરૂ કરે છે અને 'કિટ, કિટ' કહીને તેનો અંત કરે છે.

आज संसद की सबसे वायरल क्लीप ये होने वाली है!
— Abhinav Pandey (@Abhinavpinch) July 2, 2024
कल्याण बनर्जी को सुनिए, महुआ का रिएक्शन देखिए। वैसे ये चू…कित कित कौन सा खेल है? pic.twitter.com/DCdRSf4k32
TMCના સાંસદ કલ્યાણ બેનર્જી અવારનવાર તેમના મજાકીયા અંદાજને કારણે ચર્ચામાં રહે છે. મંગળવારે લોકસભાના સત્ર દરમિયાન કલ્યાણ બેનર્જી ભાજપના 400 પારના નારા પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કિત.. કિત… કિત.. અને 240 બેઠક પર સમેટાઈ ગઈ..
આજે લોકસભાના સત્ર દરમિયાન TMCના સાંસદ કલ્યાણ બેનર્જી એક અલગ અંદાજમાં જોવા મળ્યા. જેનાથી બધાનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. લોકસભા ચૂંટણી 2024માં ભાજપ 240 બેઠક પર સમેટાઈ ગઈ હતી. જેને લઈને TMCના સાંસદે મજાકિયા અંદાજમાં ભાજપના 400 પારના નારા પર કટાક્ષ કરતાં કિત.. કિત… કિત.. બોલવા લાગ્યા. સંસદમાં જ્યારે આ પ્રકારની અવાજ ગૂંજી તો ત્યાં હાજર બીજા સાંસદ પણ જોરજોરથી હસવા લાગ્યા હતા. આ પહેલા પણ કલ્યાણ બેનર્જી જગદીપ ધનખડની મિમિક્રી કરતાં નજરે પડ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કિત.. કિત… કિત.. એ પશ્ચિમ બંગાળમાં બાળકો દ્વારા રમવામાં આવતી એક લોકપ્રિય રમત છે જેમાં ખેલાડીઓ મોટેથી 'ચુ' બોલીને રમત શરૂ કરે છે અને 'કિટ, કિટ' કહીને તેનો અંત કરે છે.
આ સાથે જ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહંકાર, નફરત અને બદલાની ભાવનાથી તેમની લોકપ્રિયતા જાતે જ ઓછી કરી દીધી છે. અમે છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાનના મોઢે વિપક્ષ માટે ક્યારેય મીઠા શબ્દ નથી સાંભળ્યા. વિપક્ષ પ્રત્યે તેમને આટલી નફરત શા માટે છે. અમારો અનુરોધ છે કે વડાપ્રધાન થોડા વિપક્ષની જેમ વિનમ્ર થઈ જાય. સમય આવી ગયો છે કે સત્તાપક્ષ હવે આત્મનિરીક્ષણ કરે. તેમણે અનેક ક્ષેત્રોમાં જનતાને કરેલ વાયદાઓ પુરા નથી કર્યા.
ઈમરજન્સીના સમયગાળાને બાદ કરતાં વર્તમાન વડાપ્રધાન સિવાય અન્ય કોઈ વડાપ્રધાને વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે આ રીતે તપાસ એજન્સીઓનો દુરુપયોગ નથી કર્યો. આ ચૂંટણીમાં સત્તારૂઢ એનડીએને લગભગ 48 ટકા વોટ મળ્યા છે, જ્યારે સમગ્ર વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને 51 ટકાથી વધુ વોટ મળ્યા છે. હવે અમે સંસદમાં પણ અમારી વાત મુકીશું અને સંસદની બહાર પણ રાજકીય લડાઈ ચાલુ રહેશે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવા દો, દોઢ વર્ષ પછી આ સરકાર નહીં રહે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
