<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

રાજીન્દર ખન્ના દેશના પહેલા એડિશનલ NSA, ભૂતપૂર્વ RAW ચીફ બન્યા

રાજીન્દર ખન્નાને ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (NSA)ના પદ પરથી બઢતી આપી નવી જવાબદારી સોંપાઈ

નવી દિલ્હી :ભારત સરકારે ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) ના ભૂતપૂર્વ વડા રાજીન્દર ખન્નાને વધારાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. રાજીન્દર ખન્નાને ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (NSA)ના પદ પરથી બઢતી આપવામાં આવી છે અને આ નવી જવાબદારી સોંપવામાં આવી છે.

  સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર છે જ્યારે કોઈને એડિશનલ NSAના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. વધારાના NSA ની પોસ્ટ હંમેશા અસ્તિત્વમાં હતી, પરંતુ અત્યાર સુધી ખાલી હતી.

  રાજીન્દર ખન્ના પાકિસ્તાન અને આતંકવાદના નિષ્ણાત તરીકે ઓળખાય છે. તેમણે ભૂતપૂર્વ R&AW ચીફ તરીકેના કાર્યકાળ દરમિયાન ઓપરેશન્સ ડેસ્કનું પણ નેતૃત્વ કર્યું હતું. ખન્ના 1978 બેચના આઈપીએસ અધિકારી છે. નવા અધિક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) રાજીન્દર ખન્ના ઓડિશા કેડરના 1978 બેચના IPS અધિકારી છે.

 તેમણે ડિસેમ્બર 2014થી ડિસેમ્બર 2016 સુધી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના વડા તરીકે સેવા આપી હતી. આ ભૂમિકા પહેલા, તેઓ એજન્સીમાં ઓપરેશન ડેસ્કનો હવાલો સંભાળતા હતા અને પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી કાર્યમાં તેમની કુશળતા માટે જાણીતા છે.


 

(12:10 AM IST)