તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 3rd July 2024
હાથરસની દુર્ઘટના પર પીએમ મોદીએ મૃતકોના પરિવારને ૨-૨ લાખ આપવાની જાહેરાત કરી
હાથરસની ઘટના પર મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું ઃરાજ્ય સરકારની દેખરેખમાં પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે કેન્દ્ર સરકારના સિનિયર અધિકારી ઉત્તર પ્રદેશ સાથે સતત સંપર્કમાં છે

હાથરસ, તા.૨
હાથરસમાં એક સત્સંગ દરમ્યાન ભાગદોડ મચી જવાથી અત્યાર સુધીમાં ૧૦૦ લોકોના મોત થઈ ગયા છે. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે. મૃતકોની સંખ્યા સતત વધતી જાય છે. ઘટના બાદ ચારેતરફ ચિસો સાંભળવા મળતી હતી. પોલીસ પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળ પર પ્રશાસનિક અધિકારી રવાના થઈ ગયા છે.
હાથરસની ઘટના પર મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. તથા મૃતકોને ૨-૩ લાખ રૃપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજારની આર્થિક મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. કાર્યક્રમ આયોજકો વિરુદ્ધ ફરિયાદ કરવા અને મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
પ્રધાનમંત્રી મોદીએ હાથરસમાં થયેલી ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી જવાબ આપતી વખતે કહ્યું કે, ચર્ચાની વચ્ચે મને હાલમાં એક દુખદ સમાચાર મળ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં એક કાર્યક્રમમાં ભાગદોડ મચી જવાથી કેટલાય લોકોના દુખદ મોતની સૂચના આવી રહી છે. હું મૃતકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છું. તથા તમામ ઘાયલોને જલ્દી ઠીક થાય તેવી કામના કરુ છું.હાથરસ જિલ્લાના સિકંદરારાઉ વિસ્તારમાં આયોજીત એક સત્સંગ કાર્યક્રમમાં મંગળવારે ભાગદોડ મચી ગઈ, પોલીસે આ જાણકારી આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારની દેખરેખમાં પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકારના સિનિયર અધિકારી ઉત્તર પ્રદેશ સાથે સતત સંપર્કમાં છે. હું આ સદન દ્વારા તમામને વિશ્વાસ અપાવું છું કે, પીડિતોને દરેક સંભવ મદદ આપવામાં આવશે.
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
