<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

SGST દ્વારા એક જ વર્ષનું કરવામાં આવતુ ઓડિટ જ્‍યારે CGST દ્વારા છ વર્ષનું : GST ઓડિટઃ SGST અને CGSTના અલગ અલગ કાટલાંથી અસમંજસતા

છ વર્ષનું ઓડિટ એક સાથે કરવામાં આવતા તેટલા વર્ષના હિસાબ યોગ્‍ય હોવાનું તારણ

મુંબઇ,તા. ૩: જીએસટી ઓડિટમાં સ્‍ટેટ જીએસટી અને સેન્‍ટ્રલ જીએસટીના અલગ અલગ નિયમો હોવાના કારણે વેપારીઓમાં અસમંજસની સ્‍થિતિ છે. કારણ કે એસજીએસટી દ્વારા એક જ વર્ષનું ઓડિટ કરવામાં આવે છે. જયારે સેન્‍ટ્રલ જીએસટીમાં છ વર્ષનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે. સેન્‍ટ્રલ જીએસટી દ્વારા એકસાથે છ ઘર્ષનું ઓડિટ એકસાથે કરી દેવામાં આવતું હોવાના લીધે વેપારીઓને રાહત થઈ જાય છે, કારણ કે એકસાથે છ વર્ષના હિસાબ યોગ્‍ય થઈ જતા હોય છે. તેના લીધે તેઓએ પાછલા છ વર્ષના ચોપડા સાચવવાની પણ ઝંઝટમાંથી મુક્‍તિ મળી જતી હોય છે.

જીએસટીનો કાયદો એક હોવા છતાં દર વખતે સ્‍ટેટ જીએસટી અને સેન્‍ટ્રલ જીએસટીના કામગીરી અલગ અલગ હોવાનું બહાર આવતું હોય છે. તે અંતર્ગત હાલમાં જીએસટીના બંને વિભાગ દ્વારા ઓડિટ કરવાની કામગીરી હાય ધરી છે. આ માટે વિભાગના અધિકારીઓ સ્‍થળ પર જઈને વેપારીઓના ચોપડાની તપાસ કરતા

હોય છે. તેમાં કઇ શંકાસ્‍પદ જણાય તો નિયમ પ્રસાદન્ને કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. જોકે ઓડિટ માટે અધિકારીઓ આવવાના હોવાની જાણ પહેલેથી જ વેપારીઓને કરી દેવામાં આવતી હોય છે. કોઈ જ કિસ્‍સામાં અધિકારીઓને જ વેપારીને ત્‍યાં તપાસ માટે જાય ત્‍યાંથી શંકાસ્‍પદ વ્‍યવહારો મળતા હોય છે. તેમાં પણ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ છેલ્લા એક વર્ષના જ હિસાબનું ઓડિટ કરતા હોય છે.

વેપારીએ ઓડિટ સાથેનું રિટર્ન ભરતી વખતે જે આંકડા દર્શાવ્‍યા છે તે યોગ્‍ય છે કે નહીં. સ્‍થળ પર જે સ્‍ટોક બતાવવામાં આવ્‍યો તેમાં કોઈ વિસંગતતા છે કે નહીં તેવી બાબતોની પણ ઊલટતપાસ કરતા હોય છે. આ તપાસમાં શંકાસ્‍પદ મળી આવે તો ઓડિટ વિભાગના અધિકારીઓ જીએસટીના એન્‍ફોર્સમેન્‍ટ વિભાગના અધિકારીઓને તેની જાયા કરીને સમગ્ર બાબતની તપાસ કરતા હોય છે. (૨૨.૬)

સરકાર સાથે છેતરપિંડી સિવાયના કેસમાં બચી શકાય

જીએસટી ઓડિટ કર્યા બાદ વેપારીઓની કલમ ૭૩ પ્રમાણેની જે નોટિસ આપવામાં આવે તો તેમાં વેપારી દ્વારા એવી રજૂઆત કરી શકાય છે કે તેમની પેઢીનું ઓડિટ કરી દેવામાં આવ્‍યું છે. બોગસ બિલિંગ ખોટી રીતે આઇટીસી લીધી હોય. વધુ આઇટીસી લીધી હોય તે સિવાય સરકાર સાથે છેતરપિંડી કરી હોય તેવા કિસ્‍સા સિવાયના કેસમાં વેપારીની રજઆત માન્‍ય પણ રાખવામાં આવતી હોય છે. તેના કારણે વેપારીઓને ઘણી બધી રાહત મળતી હોય છે.

કેટલાક કિસ્‍સામાં ઓડિટ કર્યા બાદ પણ ફરીથી કાર્યવાહી થઇ શકે

જીએસટીના અધિકારીઓ ઓડિટની તપાસ કરવામાં એક દિવસ કરતાં વધુ સમય પણ લેતા હોય છે તે દરમિયાન તેઓ એક એક વ્‍યવહારનો ખુલાસો વેપારીને પૂછી શકે છે. જયારે તેમાં જીએસટી ઓછી ભર્યો હોય તેવું ધ્‍યાને આવે તો ઓડિટની કાર્યવાહી સર્ચ અથવા સર્વેમાં પણ ફરી શકતી હોય છે. જોકે આવા કિરસા ભાગ્‍યે જ બનતા હોય છે. પરંતુ ઓડિટના અધિકારીઓ તમામ વ્‍યવહારોની યોગ્‍ય ચકાસણી કર્યા બાદ જ વેપારીનું ઓડિટ રિટર્ન યોગ્‍ય હોવાનું જણાવતા હોય છે. તેમ છતા જયારે તેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમાં કેટલાક કિસ્‍સામાં ફરીથી ઓડિટ કરવામાં આવી શકે તેમ હોવાની વાતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે જેથી વેપારીને થોડી ઘણી રાહત મળતી હોય છે. છે. પરંતુ જીએસટી વિભાગ નક્કી કરે તો ફરીથી પણ ઓડિટ કરવાની સત્તા અધિકારીઓ પાસે રહેલી છે.

(9:40 AM IST)