News of Wednesday, 3rd July 2024
ફિલ્મો જેવી ઘટના, યુવાનને મહિનામાં સાપ ૫ વખત કરડ્યોઃ ડરથી માસીના ઘરે ગયો તો ત્યાં પણ કરડ્યો
ફતેહપુર જિલ્લામાં એક શખ્સની પાછળ સાપ પડી ગયો છેઃ સાપ વારંવાર કેમ ડંસ આપે છે તે સમજી શકાતું નથી

નવી દિલ્હી,તા. ૩: સાપ બદલાની ભાવના ધરાવતા હોવા પરની કથા પર આધારિત અનેક ફિલ્મો બની છે પરંતુ ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક શખ્સની પાછળ સાપ પડી ગયો છે. એક મહિનાની અંદર ૫ વાર દંશ દીધો છે. જો કે દરેક વાર સાપ કરડયા પછી સારવાર લઇને સાજો પણ થઇ જાય છે પરંતુ સાપ વારંવાર કેમ દંશ આપે છે તે સમજી શકાતું નથી.
શખ્સે સાપના ડરથી પોતાનું ઘર છોડીને માસીના ઘરે જતો રહયો હતો. માસીના ઘરે પણ સાપે દંશ આપ્યો હતો. આ ઘટનાથી યુવકનો સમગ્ર પરિવાર પણ ગભરાઇ ગયો છે. આ ઘટના મલવા થાના ક્ષેત્રના સૌરા ગામની છે. સાપ ડંશવાથી પીડિત વ્યકિતનું નામ વિકાસ દુબે છે. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પહેલી વાર સાપ કરડયો ત્યારે આ ઘટનાને સામાન્ય લીધી હતી પરંતુ એક મહિનામાં પાંચ વાર સર્પદંશ થતા નવાઇ લાગી રહી છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
