<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

હવે મોબાઇલ નંબર પોર્ટ કરવા માટે ૭ દિવસ રાહ જોવી પડશે

જો સિમ કાર્ડ પોર્ટ કરાવવું હોય તો પહેલાં અરજી કરવાની રહેશે

નવી દિલ્‍હી,તા. ૩: ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટ કરવાનો નવો નિયમ જાહેર કર્યો છે જે ગઈ કાલથી લાગુ થઈ ગયો છે. હવે સિમ કાર્ડને એક જ દિવસમાં આસાનીથી પોર્ટ નહીં કરી શકાય. એ માટે યુઝર્સે ૭ દિવસ રાહ જોવી પડશે. નંબર પોર્ટ કરવા માટે નવમી વખત સંશોધન કરવામાં આવ્‍યું હતું અને નંબર થકી થઈ રહેલા ફ્રોડને રોકવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે.

હવે જો સિમ કાર્ડ પોર્ટ કરાવવું હોય તો પહેલાં તમારે અરજી કરવાની રહેશે. એ પછી તમારે ઓળખ અને અન્‍ય માહિતી અપડેટ કરીને વેરિફાય કરાવવી પડશે. વેરિફિકેશન માટે એક વન ટાઇમ પાસવર્ડ મળશે જે તમારે પોર્ટિંગ પ્રોસેસ દરમ્‍યાન રજૂ કરવાનો રહેશે. આ પ્રક્રિયા થોડી અસુવિધા વધારશે, પણ એનાથી નંબર કે સિમના દુરુપયોગની સંભાવના ઘટી જશે.

(9:42 AM IST)