<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

હાથરસમાં લાશોના ઢગલા જોઇ કોન્‍સ્‍ટેબલને આવ્‍યો હાર્ટએટેકઃ ત્‍યાંને ત્‍યાં થઇ ગયું મોત

હાથરસ,તા. ૩: ઉત્તર પ્રદેશના હાથરસમાં રતિભાનપુરમાં સત્‍સંગ દરમ્‍યાન ભાગદોડ મચી જવાથી ૧૧૬ લોકોથી વધારે લોકોના મોત થઈ ગયા છે. મરનારા લોકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો સામેલ છે. દુર્ઘટનામાં ક્‍વિક રિસ્‍પોન્‍સ ટીમની ડ્‍યૂટીમાં તૈનાત કોન્‍સ્‍ટેબલ રવિ યાદવને હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રવિ યાદવની ડ્‍યૂટી મૃતકોની લાશની વ્‍યવસ્‍થા કરવામાં લાગી હતી. એક સાથે વધારે લાશો જોયા બાદ રવિ યાદવને હાર્ટ એટેક આવી ગયો અને તેનું મોત થઈ ગયું હતું.

તો વળી તેના વિશે વધારે જાણકારી આપતા ઈંસ્‍પેક્‍ટર જગદીશ ચંદ્રમૌર્યે જણાવ્‍યું કે, કોન્‍સ્‍ટેબલ રવિ યાદવની ડ્‍યૂટી હાથરસ દુર્ઘટનામાં મૃતકોની લાશોની વ્‍યવસ્‍થામાં લગાવી હતી. તો વળી ડ્‍યૂટી દરમ્‍યાન તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મોત થઈ ગયું હતું.

(9:42 AM IST)