<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

અંબાણી પરિવારે યોજેલા સમૂહ લગ્નમાં નવપરિણીત દંપત્તિઓને મળી અનોખી સોના અને ચાંદીની ભેટ

દરેક દુલ્‍હનને ‘સ્ત્રીધન' રૂપે લાખ એક લાખ એક હજાર રૂપિયાનો ચેકઃ દરેક દંપતીને એક વર્ષ સુધી પૂરતું સમાન અને ઘરના ઉપકરણો સાથેનો બીજી અનેક જેમ કે ૩૬ જરૂરી વસ્‍તુઓ અને વાસણો, ગેસ સ્‍ટવ, મિક્‍સર અને પંખા જેવી ઉપકરણો, તેમ જ ગાદલા અને તકિયા પણ આપવામાં આવ્‍યા

મુંબઇ,તા. ૩: રિલાયન્‍સના ચેયરમેન અને દેશના સૌથી ધનાઢ્‍ય બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નને હવે માત્ર ૧૦ દિવસ બાકી રહ્યા છે. તે પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ દીકરા અનંત અને રાધિકાના લગ્ન પહેલા નવી મુંબઈમાં ૫૦ કરતાં વધુ ગરીબ દંપતી માટે એક વિશેષ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ સમૂહ લગ્નોત્‍સવ કેર્પોરેટ પાર્કમાં યોજવામાં આવ્‍યો હતો. આ સમૂહ લગ્નમાં દંપતીના પરિવારથી ૮૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા.થયેલા સમૂહ લગ્નની શરૂઆત કરીને આગામી સમયમાં પણ અંબાણી પરિવાર અનેક સમૂહ લગ્ન કરાવશે એવી પણ જાહેરાત કરી છે.

આ સમૂહ લગ્નોત્‍સવ કોર્પોરેટ પાર્કમાં યોજવામાં આવ્‍યો હતો. આ સમૂહ લગ્નમાં દંપતીના પરિવારથી ૮૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા. થયેલા સમૂહ લગ્નની શરૂઆત કરીને આગામી સમયમાં પણ અંબાણી પરિવાર અનેક સમૂહ લગ્ન કરાવશે એવી પણ જાહેરાત કરી છે.

મુકેશ અંબાણી અને નિતા અંબાણીએ સમૂહ લગ્નમાં દરેક દંપતી અને તેમના પરિવારને આ શુભ પ્રસંગે હૃદયપૂર્વક શુભેચ્‍છાઓ પણ આપી હતી. મહિમાનોને વારલી જનજાતિ દ્વારા અરવમાં આવતા પરંપરાગત તારપા નૃત્‍યના એક કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્‍યા. આ પરંપરાગત તારપા નૃત્‍યએ સમૃદ્ધ સાંસ્‍કૃતિક માહોલ નિર્માણ કર્યું હતું. અંબાણી પરિવારની પહેલે માત્ર સમૂળ લગ્નની જ ઉજવણી કરવાની જ નહીં પણ સામાજિક કલ્‍યાણ અને સમાજના સમર્થન પ્રત્‍યેની તેમની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.

અંબાણી પરિવાર માનવ સેવા હી માધવ સેવો એટલે કે માનવતાની સેવાએ ભગવાનની સેવાનો છે આ કાલાતીત ભારતીય સૂત્ર પર વિશ્વાસ રાખે છે. આ સિદ્ધાંતની ભાવનામાં, અંબાણી પરિવાર દરેક મોટા પારિવારિક પ્રસંગની શરૂઆત લોકોને દાન આપી, તેમની સેવા કરીને, સમાજ પ્રત્‍યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત કરીને કરવાની પરંપરા ધરાવે છે.

લગ્ન કાર્યક્રમમાં દુલ્‍હા અને દુલ્‍હનના પરિવારજનો, સ્‍થાનિક સામાજિક કાર્યકરો અને સમાજના સભ્‍યો સહિત ૮૦૦ કરતાં વધુ લોકો હાજર રહ્યા. લગ્ન પછી, તમામ ઉપસ્‍થિત મહેમાનો માટે શાનદાર ડિનરનું આયોજન કરવામાં આવ્‍યું.

આ સમૂહ લગ્નમાં સામેલ થયેલા દરેક દંપતીને સોનાના દાગીનાઓ, જેમ કે મંગળસૂત્ર, લગ્નની વીંટી અને નાકની નથણી આપવામાં આવી હતી. તેમ જ ચાંદીના દાગીનાઓ પણ આપવામાં આવ્‍યા હતા. જેમાં પાયલ અને પગની વીંટીનો સમાવેશ છે.

તેમજ દરેક દુલ્‍હનને ‘સ્ત્રીધાન' રૂપે લાખ એક લાખ એક હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્‍યો. દરેક દંપતીને એક વર્ષ સુધી પૂરતું સમાન અને ઘરના ઉપકરણો સાથેનો બીજી અનેક જેમ કે ૩૬ જરૂરી વસ્‍તુઓ અને વાસણો, ગેસ સ્‍ટોવ, મિક્‍સર અને પંખા જેવી ઉપકરણો, તેમ જ ગાદલા અને તકિયા પણ આપવામાં આવ્‍યા હતા.

આ રીતે, અંબાણી પરિવારે તેમની ખુશીઓ અને આનંદ વિશાળ સમાજ સાથે શેર કરીને તેમને આશીર્વાદ મેળવ્‍યો હતો. ભૂતકાળમાં પણ, પરિવારના લગ્ન પ્રસંગો દરમિયાન, અંબાણી પરિવાર દ્વારા સમાજ અને એનજીઓ સાથેના લોકો માટે ફૂડ સર્વિસ ચલાવી હતી.

(1:08 PM IST)