તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 3rd July 2024
ટેલિકોમ કંપનીઓ ટેરિફ વધારતા ગ્રાહકો પર ૪૭,૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ
રિલાયન્સ જિયો અને ભારતી એરટેલના ગ્રાહકોને ૫જી સેવા મેળવવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે

મુંબઇ તા. ૩ : દેશની ત્રણ સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. આ કંપનીઓએ મોબાઈલ ટેરિફ વધારીને નવા પ્લાન રજૂ કર્યા છે. આ વધારા બાદ ગ્રાહકો પર મોબાઈલ ટેરિફના ખર્ચનો બોજ વધવા જઈ રહ્યો છે.
ટેરિફમાં આ વધારા બાદ ગ્રાહકો પર વાર્ષિક રૂ. ૪૭,૫૦૦ કરોડનો વધારાનો બોજ પડે તેવી શક્યતા છે. તાજેતરના ભૂતકાળમાં, ટેલિકોમ કંપનીઓએ દેશમાં ગ્રાહકોને 5G નેટવર્ક પ્રદાન કરવા માટે ભારે રોકાણ કર્યું છે. હવે ગ્રાહકોએ 5G સેવા મેળવવા માટે ૭૧ ટકા વધુ ચૂકવવા પડશે. જો કે, જો કંપનીઓએ વપરાશકર્તા દીઠ સરેરાશ આવક માં ૧૫ થી ૧૭ ટકાનો વધારો કર્યો હોત, તો તેઓ તેમના ખર્ચને વસૂલ કરી શક્યા હોત.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, રિલાયન્સ જિયો અને ભારતી એરટેલના ગ્રાહકોને 5G સેવા મેળવવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. જીયો ગ્રાહકોએ 5G સેવા માટે પહેલા કરતા ૪૬ ટકા વધુ પૈસા ખર્ચવા પડશે. જયારે ભારતી એરટેલ યુઝર્સ માટે આ ખર્ચ ૭૧ ટકાથી વધુ છે.
નવા ટેરિફ પ્લાન મુજબ, રિલાયન્સ જિયો યુઝર્સને હવે દરરોજના ૨ જીબી ડેટા માટે ૩૪૯ રૂપિયા ચૂકવવા પડશે. પહેલા ૨૩૯ રૂપિયાના બેઝ પેક પર ગ્રાહકોને દરરોજ ૧.૫ જીબી ડેટા મળતો હતો. જયારે એરટેલ યુઝરને હવે દરરોજ ૨.૫ જીબી ડેટા માટે ૪૦૯ રૂપિયા ચૂકવવા પડશે. પહેલા ગ્રાહકોને ૧.૫ જીબી ડેટા માટે માત્ર ૨૩૯ રૂપિયા ચૂકવવા પડતા હતા.
રિપોર્ટમાં Goldman Sachsના અનુમાન અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે જીયોના ટેરિફ પ્લાનમાં વધારો કરવાના નિર્ણય પછી, પ્રતિ વપરાશકર્તાની સરેરાશ આવકમાં ૧૭ ટકાનો વધારો થવાની સંભાવના છે. એરટેલે તેના મોબાઈલ ટેરિફ પ્લાનમાં ૧૧ થી ૨૧ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય વોડાફોન અને આઈડિયાએ પણ તેમના ટેરિફ પ્લાનમાં ૧૦ થી ૨૩ ટકાનો વધારો કર્યો છે. મોબાઈલ ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર ૨૦૨૧થી મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો નથી
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
