News of Wednesday, 3rd July 2024
બિહારમાં વધુ એક પુલ ધરાશાયી: પુલ ગબડી પડવાનો સિલસિલો યથાવત : 13 દિવસમાં 6 પુલ ધરાશાયી થયા
બિહારમાં ગંડકી નદી પર બનેલો પુલ અચાનક ધરાશાયી :એક ડઝન ગામોનો સંપર્ક કપાઈ ગયો: આ પહેલા પણ 29 જૂન સુધી બિહારમાં 9 દિવસમાં 5 પુલ તૂટી ગયા હતા.

ચોમાસાની એન્ટ્રી સાથે બિહાર ફરી એકવાર હેડલાઇન્સમાં છે. બિહારમાં ભારે વરસાદ વચ્ચે એક પછી એક પુલ તૂટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. સિવાન જિલ્લામાં આજે ફરી એક પુલ તૂટી ગયો છે. બિહારની ગંડકી નદી પર બનેલો પુલ અચાનક નીચે પડી ગયો અને થોડી જ વારમાં પુલનો કાટમાળ નદીમાં વહી ગયો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલ બિહારના મહારાજગંજમાં આવેલો હતો. આ પુલ દેવરિયા પંચાયત નજીક વહેતી ગંડકી કેનાલ (ગંડકી નદી) પર બનાવવામાં આવ્યો હતો. જો કે આજે સવારે 5 વાગ્યાની આસપાસ પુલનો એક પિલર ગંડકી નદીમાં ગરકાવ થયો હતો. જેના કારણે પુલનો અડધો ભાગ પડી ગયો અને તૂટી ગયો અને પુલનો કાટમાળ નદીમાં વહેવા લાગ્યો. આ પુલ તૂટવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે ગંડકી નદીમાં ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં જોરદાર કરંટના કારણે પુલનો એક ભાગ જમીનમાં ધસી ગયો હતો.
દેવરીયા અને ભીખા ડેમ ગામની સીમમાં આવેલો આ પુલ પહેલાથી જ અત્યંત જર્જરિત હાલતમાં હતો. 22મી જૂને ગ્રામજનોએ પુલનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોના અવાજથી વહીવટીતંત્ર જાગ્યું હતું અને પુલનું સમારકામ શરૂ કરાયું હતું. પુલ હજુ સમારકામ હેઠળ હતો. પરંતુ આ દરમિયાન પુલ નદીમાં ગરકાવ થઈ ગયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા 22 જૂનના રોજ ગંડકી નદી પર બનેલો પુલ પાણીમાં ધોવાઈ ગયો હતો. બિહારના ગરૌલીથી 4 કિલોમીટરના અંતરે આવેલો આ વિશાળ પુલ અચાનક તૂટી પડ્યો. ગ્રામજનોનું કહેવું છે કે ગંડકી નદીમાંથી આવતી કેનાલની સફાઈ કરવામાં આવી હતી. આ દરમિયાન જેસીબીની મદદથી કેનાલના કાંઠાને માટી કાપીને પહોળો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે પુલ જમીનમાં ધસી ગયો હતો.
આ પુલ તૂટી જવાને કારણે એક ડઝન ગામોનો મહારાજગંજ મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે તેમણે પુલની જર્જરિત હાલત અંગે અનેક વખત પ્રશાસનને જાણ કરી હતી. પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. 22 જૂને વિરોધ બાદ વહીવટીતંત્ર જાગ્યું ત્યારે પુલ તોડી પાડવામાં આવ્યો હતો.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
