News of Wednesday, 3rd July 2024
કાશ્મીરમાં ઘુષણખોરીનો પડકાર વધ્યોઃ પાક સેના આપે છે કવર ફાયર

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા.૩: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભીયાનોમાં લાગેલા સુરક્ષા દળોએ સ્વીકાર કર્યો છે કે તેમના માટે પેલે પારથી ઘુષણખોરી ની નવી ચૂનોતી એ ફરીથી જન્મ લીધો છે. તેમાં ચિંતાનું કારણ એ છે કે પાક સેના ઘુસણખોરોને કવર ફાયર દઈને સિઝ ફાયરને પણ દાવ પર લગાડી રહી છે. અધિકારીઓએ માન્યું કે આતંકી ઘૂણખોરીના જુના પારંપરિક માર્ગો પર પરત આવી છે. આંકડોથી ખબર પડે છે કે એલ ઓ સી અને આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક જુના પારંપરિક માર્ગોથી ઘૂસણખોરીના પ્રયાસોમાં અચાનક વળદ્ધિ થઈ છે.
આતંકવાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં વળદ્ધિના સંકેત મળતા જ કેન્દ્રશાસિત જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં વિદેશી આતંકવાદી ઘૂસણખોરી કરી ચૂકયા છે.
છેલ્લા દાયકામાં પહેલીવાર સુરક્ષા દળોએ કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની સૂચના મળ્યા બાદ ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગ વિસ્તારની ઉપરની પહાડીઓમાં તપાસ અભિયાન ચલાવ્યું હતું. જોકે સુરક્ષા દળોને સ્થાનીય સક્રિય આતંકીઓની સંખ્યા ને ઓછી કરવામાં સફળતા મળી છે અને સાથે જ આતંકવાદી રેંકોમાં સ્થાનિક કાશ્મીરી યુવાઓની ભરતીમાં પણ કમી આવી છે. સુરક્ષા દળોનું કહેવું છે કે તે કોઈપણ પ્રકારની સ્થિતિ સાથે નીપટવા તૈયાર છે અને સીમા પર આતંકીઓ અને તેના આકાઓને મુહતોડ જવાબ દેવાશે.
સુરક્ષા અધિકારીઓ કહે છે કે અમે તૈયાર છીએ. તેઓ કહેતા હતા કે તે કોશિશ કરે છે પણ સફળ નથી થઈ રહ્યા આનાથી માનવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં ઝડપ આવી છે. જ્યાં ઠંડીની શરૂઆત પહેલાં ઘુષણખોરી ચરમપર હતી. જેનાથી સુરક્ષા દળોને કેન્દ્રશાસિત પ્રદેશમાં પોતાની આતંકવાદ વિરોધી રણનીતિનું પુનઃમૂલ્યાંકન કરવા મજબૂર કરેલ.
સૂત્રો મુજબ સંશોધિત આતંકવાદ વિરોધી રણનીતિ આ વાત ઉપર વિચાર કરશે કે ઠંડી પહેલાં ખીણ પ્રદેશમાં ઘૂસણખોરીની કોશિશ વધવાની સંભાવના છે. કેમકે ભારે બરફ વર્ષા ને કારણે આવી કોશિશો મુશ્કેલ થઈ જાય છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
