તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 3rd July 2024
વિવાહીત મહિલા એવો દાવો ના કરી શકે કે લગ્નની લાલચ આપીને યૌન શોષણ કર્યું : હાઇકોર્ટે રદ કરી ફરીયાદ

જબલપુર : વિવાહિત મહિલા દ્વારા કથિત પ્રેમ વિરુદ્ધ નોંધાવાયેલ એફઆઈઆર ને મધ્યપ્રદેશ હાઇકોર્ટે ફગાવી લીધી હતી. કેસની સુનવણી કરતા સિંગલ બેંચે કહ્યું કે કોઈ અન્ય પુરુષ સાથે સતત સંબંધમાં રહેનાર વિવાહિત મહિલાએ દલીલનો સહારો ના લઈ શકે કે લગ્નના ખોટા વચનો આપીને તેની સાથે સંબંધો બનાવ્યા હતા
કોર્ટમાં કરાયેલો અરજી અનુસાર એક વિવાહિત મહિલા ૮ વર્ષ સુધી કથીત પ્રેમી સાથે સંબંધમાં રહી તે લખનૌથી પતિ પાસેથી જ્યારે પણ ભોપાલ આવતી તો અન્ય પુરુષ સાથે સંબંધ બનાવતી હતી પછી તે અન્ય પુરુષ સાથે કેટલાય વર્ષો સુધી રહી. આ દરમ્યાન તેણે પતિ સાથે છૂટાછેડા લીધા તો કથિત પ્રેમીએ પણ સંબંધ તોડી નાખ્યો એટલે મહિલાએ ભોપાલના પીપલાની પોલીસ સ્ટેશનમાં લગ્નનું વચન આપીને બળાત્કાર કર્યા નો કેસ નોંધાવ્યો હતો.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
