<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

ધર્મ છુપાવી પાંચમા લગ્ન કરનાર ડોક્‍ટરે મિત્રો દ્વારા પત્‍નિ પર દુષ્‍કર્મ કરાવડાવ્‍યું

હુસૈને પત્‍નિને બેડરૂમમાં મોકલી CCTV પર રૂમના દ્રશ્‍યો જોયા

સહારનપુર, તા.૩: યુપી સરકાર અને પોલીસની કડક કાર્યવાહી બાદ પણ રાજ્‍યમાં ધર્માંતરણ અને લવ જિહાદના મામલા અટકવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. પશ્‍ચિમ યુપીમાં ઓળખ છુપાવીને કરાવાયેલા ધર્માંતરણનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે.  સહારનપુરની એક મહિલાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્‍યો હતો કે અહબાર હુસૈન નામના એક ડોક્‍ટરે પોતાનો ધર્મ છુપાવીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્‍યાં અને પછી તેનું તથા તેની સાત વર્ષની પુત્રીનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે લગ્ન કરી લીધા હતાં. મહિલાનો આરોપ છે કે ડોક્‍ટરના અગાઉ ચાર વખત લગ્ન થઈ ચૂકયા છે.

લગ્ન બાદ તે મહિલાને તેના ઘરે લાવ્‍યો અને સીસીટીવી લગાવેલા બેડરૂમમાં મોકલી દીધી. આ પછી ડોક્‍ટરે તેના મિત્રોને બોલાવ્‍યાં અને મહિલાનો આરોપ છે કે ડોક્‍ટરે તેના મિત્રોને બેડરૂમમાં મોકલીને તેની સાથે સામુહિક દુષ્‍કર્મ કરાવ્‍યું હતું. આ સમયે ડોક્‍ટર રૂમની બહાર બેસીને સીસીટીવીમાં રૂમની અંદરનું દ્રશ્‍ય જોતો રહ્યો હતો. મહિલાએ ડોક્‍ટર પર મારપીટનો પણ આરોપ લગાવ્‍યો છે.

રિપોર્ટ્‍સ અનુસાર, કોલકાતાના બાલીગંજની રહેવાસી મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું હતું કે તે ૧૨ મે, ૨૦૨૨થી ડૉ. અહબાર હુસૈન સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી. મહિલાનો આરોપ છે કે હુસૈને તેનું તથા તેની સાત વર્ષની પુત્રીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્‍યું અને ત્‍યારબાદ આરોપી ડૉક્‍ટરે તેની સાથે લગ્ન કરી લીધા હતાં. આરોપ છે કે ડોક્‍ટરે ૨૧ જૂન ૨૦૨૩ના રોજ તેના સાથીદારો ડૉ. શહજાદ અને ડૉ. આરિફને બોલાવીને તેના પર સામૂહિક દુષ્‍કર્મ ગુજાર્યું હતું. આ પછી આરોપીએ તેને કોલકાતા મુકી દીધી હતી. તેણે આ અંગે દેવબંદ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી

(3:57 PM IST)