તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 3rd July 2024
હાથરસ ઘટનાના ભોલે બાબા પાસે હતી પ્રાઈવેટ આર્મી
ભોલે બાબાએ અગાઉ પણ અનેક કૌભાંડો કર્યા હતા

હાથરસ તા. ૩ : ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ શોકમાં ફેરવાઈ ગયો. મંગળવારે અહીં ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિનો સત્સંગ ચાલી રહ્યો હતો, જેમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૧૨૧ થઈ ગઈ છે, જેમાં ૧૧૦થી વધુ મહિલાઓ છે.
ભોલે બાબાનું સાચું નામ સૂરજપાલ છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના બહાદુર નગરી ગામમાં થયો હતો અને ત્યારબાદ તેઓ કાસગંજ જિલ્લાના બહાદુર નગરમાં રહેવા લાગ્યા હતા. તેમને પોતાનું કોઈ સંતાન નથી અને દરેક સત્સંગમાં તેમની પત્નીને સાથે લઈ જાય છે. અકસ્માત બાદ બાબા, તેની પત્ની અને તમામ નોકરો હાલ ફરાર છે.
આ બાબાએ ઘણીવાર દાવો કર્યો છે કે તેણે ઈન્ટેલિજન્સ બ્યુરો સાથે કામ કર્યું છે. તેમણે તેમના ભક્તોને એમ પણ કહ્યું કે જયારે તેઓ કામ કરતા હતા ત્યારે તેમનું ધ્યાન ભક્તિ અને આધ્યાત્મિકતા તરફ હતું, તેથી તેમણે ૧૯૯૦ના દાયકામાં પોલીસની નોકરી છોડીને આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું હતું.
એવું કહેવાય છે કે સૂરજપાલના ત્રણ ભાઈઓમાંથી એકનું અવસાન થયું, ત્યારબાદ તેણે એક ટ્રસ્ટ બનાવ્યું અને બહાદુરગઢમાં આશ્રમ શરૂ કર્યો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બહાદુર નગરમાં આશ્રમ ખોલ્યા પછી, ગરીબોમાં ભોલે બાબાની ખ્યાતિ ઝડપથી વધી અને લાખો લોકો તેમના અનુયાયીઓ બન્યા.
કહેવાય છે કે ભોલે બાબાએ એક ખાનગી સેના પણ બનાવી છે, જેને સેવાદાર કહેવામાં આવે છે. દર મંગળવારે યોજાતા કાર્યક્રમની સંપૂર્ણ કમાન્ડ આ સેવાદારો સંભાળે છે. દેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે સેવાદાર પાણી, ભોજન અને ટ્રાફિકની વ્યવસ્થા કરે છે. હાથરસના એક વ્યક્તિએ કહ્યું, ‘બાબા ઉપદેશ આપે છે અને સુરક્ષા માટે તેમના સેવકો હોય છે, જેઓ તેમના સત્સંગની વ્યવસ્થા સંભાળે છે.'
અન્ય ધાર્મિક ગુરૂઓની જેમ, નારાયણ હરિ ક્યારેય ભગવા વષાો પહેરતા નથી, પરંતુ હંમેશા સફેદ સૂટ, ટાઈ અને સફેદ શૂઝ પહેરેલા જોવા મળે છે. તેમનો બીજો પ્રિય ડ્રેસ કુર્તા-પાયજામા છે. તેમના ઉપદેશ દરમિયાન તેઓ કહે છે કે તેમને જે પણ દાન આપવામાં આવે છે, તે બધા પૈસા તેઓ તેમના ભક્તો પર ખર્ચ કરે છે.
ભોલે બાબા લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા છે. અગાઉ, કોરોના સમયગાળાના પ્રતિબંધો હોવા છતાં, તેમણે ફરૂખાબાદમાં વિશાળ સત્સંગ કર્યો હતો. ત્યારે જિલ્લા પ્રશાસને માત્ર ૫૦ લોકોને જ સત્સંગમાં આવવાની મંજૂરી આપી હતી, પરંતુ કાયદાનો ભંગ કરીને ૫૦,૦૦૦થી વધુ લોકોએ સત્સંગમાં હાજરી આપી હતી
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
