News of Wednesday, 3rd July 2024
કંગના રનૌતને થપ્પડ મારવાના મામલે CISF મહિલા કર્મીની બદલી
મહિલાની સાથે તેના પતિની પણ બદલી કરાઈઃમહિલા કર્મચારીની બેંગ્લોર બદલી કરવામાં આવી

નવી દિલ્હી, તા.૩
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના નામમાં હવે એક નવી ઓળખ જોડાઈ છે. એકટ્રેસ ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ બની છે.
તેમણે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. ચૂંટણીમાં જીત બાદ પરંતુ શપથ પૂર્વે જ એકટ્રેસનું થપ્પડ કાંડ પર જોરશોરથી ચર્ચામાં છે. આ મામલે વધુ એક અપડેટ આવ્યું છે.
હિન્દી સિનેમાની બેબાક અભિનેત્રી કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારનાર મહિલા CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહિલાની સાથે તેના પતિની પણ બદલી કરવામાં આવી છે. ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌતને થપ્પડ મારવાની ઘટના બાદ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે હવે તેમને બેંગ્લોર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
કંગનાને થપ્પડ માર્યા બાદ મહિલાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે થપ્પડ મારવાનું કારણ જણાવ્યું હતું. વીડિયોમાં ઝ્રૈંજીહ્લ કર્મી કહેતી જોવા મળી હતી કે, *કંગનાએ સ્જીઁના વિરોધ સમયે નિવેદન આપ્યું હતું કે, ખેડૂતોના આંદોલનમાં મહિલાઓ ૧૦૦ રૃપિયા લઈને બેઠી છે. તે સમયે મારી માતા પણ ખેડૂતો આંદોલન થકી સરકાર સામે વિરોધ કરી રહી હતી.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
