News of Wednesday, 3rd July 2024
અનઅકેડમી કંપનીએ ત્રીજી વાર કર્મચારીઓની છટકી કરી
૨૫૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યાઃપરિચાલનને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરી રહી છે કંપની

મુંબઈ, તા.૩
ભારતમાં એડટેક સેક્ટરની હાલત અત્યારે સારી ચાલી રહી નથી. એક સમયે દેશમાં સ્ટાર્ટઅપના ઉભારની આગેવાની કરી રહેલા આ સેક્ટર પર છેલ્લા કેટલાક સમયથી ગ્રહણ લાગ્યું છે. પહેલા બાયજુ નાણાકીય સંકટોમાં ફસાયું અને હવે અનઅકેડમી ખરાબ સંકેતો આપી રહી છે.
સોફ્ટબેંકના રોકાણવાળી એડટેક સ્ટાર્ટઅપ કંપની અનઅકેડમીએ એક વખત ફરીથી પોતાના ઘણા કર્મચારીઓને કામમાંથી કાઢી મૂક્યા છે. ઈટીના એક અહેવાલમાં છંટણી સાથે સંકળાયેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અનઅકેડમીએ છંટણીના તાજા રાઉન્ડમાં ૨૫૦ કર્મચારીઓને બહાર કાઢ્યા છે. આ છંટણી એટલા માટે ચિંતાનો વિષય બની જાય છે, કારણ કે અનઅકેડમીએ પહેલી વખત છંટણી કરી નથી. કંપની આ પહેલા પણ બે વખત છંટણી કરી ચૂકી છે.
અહેવાલ અનુસાર, અનઅકેડમીએ જે કર્મચારીઓની છંટણી કરી છે, તેમાં લગભગ ૧૦૦ કર્મચારીઓ બિઝનેસ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ જેવી કોર ટીમના છે. તેમના સિવાય સેલ્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પર પણ છંટણીની ગાજ પડી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અનઅકેડમીએ પણ કર્મચારીઓની છંટણીની વાત સ્વીકારી છે અને આ અંગે એક નિવેદન જારી કર્યું છે. કંપનીનું કહેવું છે કે તે વ્યવસાયની પોતાની કાર્યક્ષમતાને વધુ સારી બનાવવા માંગે છે અને ઓપરેશનને સ્ટ્રીમલાઈન કરવાનો પ્રયાસ કરી રહી છે. આ છંટણી તે જ પ્રયાસોનો એક ભાગ છે.
અનઅકેડમી આ પહેલા ૨૦૨૨ અને ૨૦૨૩માં પણ છંટણી કરી ચૂકી છે. કંપનીએ સૌથી પહેલી વખત આજથી લગભગ ૨ વર્ષ પહેલા એપ્રિલ ૨૦૨૨માં છંટણી કરી હતી. પ્રથમ છંટણીમાં અનઅકેડમીના લગભગ ૧ હજાર કર્મચારીઓની નોકરી પર ગાજ પડી હતી. તેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા અને ફુલ ટાઈમ કામ કરતા બંને પ્રકારના કર્મચારીઓ હતા. તે પછી કંપનીએ માર્ચ ૨૦૨૩માં બીજા રાઉન્ડની છંટણી કરી હતી, જેમાં ૩૮૦ લોકોની નોકરીઓ ગઈ હતી.
વાસ્તવમાં કોવિડ દરમિયાન અભ્યાસની ઓનલાઈન પ્રવૃત્તિઓમાં તેજી આવી હતી. તે સમયે એડટેક સેક્ટરમાં ઘણી નવી કંપનીઓએ શાનદાર વૃદ્ધિ નોંધાવી. બાયજુ તે લહેર પર સવાર થઈને દેશની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ કંપની બની ગઈ હતી. હાલમાં કંપની એવા ઊંડા નાણાકીય સંકટમાં ફસાયેલી છે કે કર્મચારીઓને સમયસર પગાર આપવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.
કોવિડ પછીના વર્ષોમાં ધીરે ધીરે ફરીથી અભ્યાસ લેખનની ઓનલાઈન પ્રવૃત્તિઓ માંગમાં આવવા લાગી છે, જેનાથી ઓનલાઈન માધ્યમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી નવી કંપનીઓને મુશ્કેલીઓ થઈ રહી છે. સેક્ટરની ઘણી અન્ય નવી કંપનીઓ જેવી કે બાયજુ, ફિઝિક્સવાલા વગેરેની જેમ અનઅકેડમી પણ ઓફલાઈન બિઝનેસ પર વધુ ધ્યાન આપી રહી છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
