News of Wednesday, 3rd July 2024
કોણ છે ભારતીય-અમેરિકન ઋષિ શાહ ? જેણે પ્રખ્યાત કંપનીઓને રૂ. 8 હજાર કરોડની છેતરપિંડી કરી ?
ઋષિ શાહ શિકાગો સ્થિત હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ કંપની આઉટકમના CEO રહી ચૂક્યા છે, :શ્રદ્ધા આ કંપનીના સહ-સ્થાપક અને પ્રમુખ હતા:ગોલ્ડમેન સૅક્સ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકરની કંપની જેવા ઉચ્ચ-પ્રોફાઇલ રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ

યુએસ ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ છેતરપિંડીના કેસમાં ભારતીય મૂળના બે અમેરિકનોને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને જેલની સજા ફટકારવામાં આવી છે. ઋષિ શાહ અને શ્રદ્ધા અગ્રવાલ પર એક અબજ ડોલર એટલે કે લગભગ 8 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ સાબિત થયો છે.
અહેવાલો અનુસાર, 38 વર્ષીય ઋષિ શાહ શિકાગો સ્થિત હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ કંપની આઉટકમના CEO રહી ચૂક્યા છે, જ્યારે શ્રદ્ધા આ કંપનીની સહ-સ્થાપક અને પ્રમુખ હતી. તેમના પર ગોલ્ડમેન સૅક્સ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકરની કંપની જેવા ઉચ્ચ-પ્રોફાઇલ રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
આઉટકમ હેલ્થના સહ-સ્થાપક શાહને છેતરપિંડી અને મની લોન્ડરિંગના 12 થી વધુ ગુનાઓમાં દોષી ઠેરવ્યા બાદ સાડા સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. શ્રદ્ધાને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય કંપનીના પૂર્વ સીઓઓ બ્રેડ પર્ડીને બે વર્ષ અને ત્રણ મહિનાની જેલ થઈ છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ થોમસ ડર્કિને આને ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ ફ્રોડ કેસ ગણાવીને આ સજા સંભળાવી છે
. ઋષિ શાહ ટેક્નોલોજી રોકાણકાર અને ઉદ્યોગસાહસિક છે. તેણે 2011માં જમ્પસ્ટાર્ટ વેન્ચર્સની સહ-સ્થાપના કરી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે, તેમણે આરોગ્ય તકનીક, શિક્ષણ તકનીક અને મીડિયામાં 60 થી વધુ સીધા રોકાણો કર્યા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઋષિએ 2005માં હાર્વર્ડમાં અભ્યાસ કર્યો હતો. પોતાનો વ્યવસાય શરૂ કરતા પહેલા તેણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં એક વર્ષ સુધી અભ્યાસ કર્યો. 2006માં તેણે આઉટકમ હેલ્થની સ્થાપના કરી. આ કંપની દર્દીઓને આરોગ્યલક્ષી જાહેરાતો બતાવવા માટે ડોક્ટરોની જગ્યાઓ પર ટીવી લગાવતી હતી. 2010 સુધીમાં, આ કંપનીએ ટેક્નોલોજી અને હેલ્થકેરના ક્ષેત્રમાં સારું નામ કમાવ્યું હતું.
કંપનીની ઓપરેશનલ અને નાણાકીય સ્થિતિને વધારીને મોટા પાયે છેતરપિંડી કરી. તેણે રોકાણકારો, ગ્રાહકો અને ધિરાણકર્તાઓ સાથે છેતરપિંડી કરી હતી. મોટી કંપનીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આના કારણે 2016માં ઋષિની કુલ સંપત્તિ વધીને 33 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ
બાદમાં, ગોલ્ડમેન, આલ્ફાબેટ અને ઇલિનોઇસના ગવર્નર પ્રિત્ઝકરની કંપનીઓએ આ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો. સુનાવણી પછી, એપ્રિલ 2023 માં, ઋષિ આદિને છેતરપિંડી અને મની લોન્ડરિંગના 12 કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હવે તેઓને સજા સંભળાવવામાં આવી છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
