News of Wednesday, 3rd July 2024
રાત્રે લાલકૃષ્ણ અડવાણીની ફરી તબિયત બગડી :એક અઠવાડિયામાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરાયા
મોડીરાત્રે અડવાણીને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

નવી દિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીની તબિયત ફરી એકવાર બગડી છે. બુધવારે મોડી સાંજે તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એક અઠવાડિયા પહેલા પણ તેમની તબિયત લથડી હતી અને લગભગ 10.30 વાગ્યે એમ્સના યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત ફરી બગડતાં તેમને દિલ્હીના એપોલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. ડોકટરોની ટીમ તેના પર નજર રાખી રહી છે.
96 વર્ષના અડવાણી 6 દિવસ પહેલા ડિસ્ચાર્જ થયા બાદ ઘરે આવ્યા હતા. ત્યારબાદ ડોક્ટરોએ જણાવ્યું કે તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે.
એઈમ્સના એમએસ ડૉ. સંજય લાલવાણીએ ત્યારે કહ્યું હતું કે પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીની હાલત સ્થિર થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. યુરોલોજીને લગતી કેટલીક સમસ્યાને કારણે, તેમને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં યુરોલોજી વિભાગના ડોકટરોએ તેમને નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા.
હાલમાં અડવાણીની હાલત સ્થિર છે અને તેઓ ઠીક છે. પરંતુ બુધવારે મોડી રાત્રે તેમની તબિયત ફરી લથડી હતી.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
