<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th July 2024

એપાર્ટમેન્ટ, ટ્રાન્ઝેક્શન અને છેતરપિંડી... ભારતીય મૂળની મહિલા ઠગે સિંગાપુરમાં કરી છેતરપિંડી: હવે જેલમાં જશે

હાઉસિંગ બોર્ડની પબ્લિક સ્કીમ હેઠળ એપાર્ટમેન્ટને લગતા ટ્રાન્ઝેક્શન માટે ચૂકવણી કરવાના બહાને S$57,250ની છેતરપિંડી કરી

સિંગાપોરમાં એક 33 વર્ષીય ભારતીય મૂળની મહિલાને બુધવારે વિવિધ કૌભાંડોમાં કુલ 12 લોકોને સિંગાપોર ડોલર 106,000 થી વધુની છેતરપિંડી કરવા બદલ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે મહિલાને દંડ પણ ફટકાર્યો છે.

   દોષિત મહિલાની ઓળખ પ્રિસિલા શમાની મનોહરન તરીકે થઈ છે. જેની સામે આ કેસ જજ જોન એનજીની કોર્ટમાં ચાલી રહ્યો હતો. બુધવારે જજ જોન એનજીએ આરોપી મહિલાને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી અને તેના પર 2,000 સિંગાપોર ડોલરનો દંડ પણ ફટકાર્યો.

   પીટીઆઈ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય મૂળની મહિલા પ્રિસિલા શમાની મનોહરને વર્ષ 2022માં છેતરપિંડીનો આ ખેલ શરૂ કર્યો હતો. મનોહરને હાઉસિંગ બોર્ડની પબ્લિક સ્કીમ હેઠળ એપાર્ટમેન્ટને લગતા ટ્રાન્ઝેક્શન માટે ચૂકવણી કરવાના બહાને S$57,250ની છેતરપિંડી કરી અને કહ્યું કે તેની પુત્રીનું મૃત્યુ થયું છે. અને તે પછી તેના પુત્રનું પણ મૃત્યુ થયું હતું

  . સ્ટ્રેટ્સ ટાઈમ્સ અખબારના અહેવાલ મુજબ, પ્રિસ્કિલા શમાની મનોહરને છેતરપિંડીનો ગુનો આચર્યો હતો, ક્યારેક તેના મૃત્યુની નકલ કરીને, તો ક્યારેક વકીલ તરીકે દર્શાવીને અને બાકી કાનૂની ફી માટે તે વ્યક્તિને નકલી ઇનવોઇસ મોકલીને.



 

(12:11 AM IST)