<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th July 2024

મુંબઈ પહોંચ્યા બાદ વિરાટ કોહલીએ પોતાના ફેન્સ માટે એવું કૈક કર્યું કે ચાહકોનું દિલ જીતી લીધું :જુઓ વિડિઓ

બાર્બાડોસમાં કરોડો ભારતીય પ્રશંસકોના સપનાને સાકાર કરતી ટીમ ઈન્ડિયા ગુરુવારે સપનાના શહેર એટલે કે મુંબઈ પહોંચી: હાજર હજારો પ્રશંસકો તેના વર્લ્ડ ચેમ્પિયનને જોવા માટે ઉમટી પડ્યા

મુંબઈ :બાર્બાડોસમાં કરોડો ભારતીય પ્રશંસકોનું સપનું પૂરું કરીને ટીમ ઈન્ડિયા ગુરુવારે સપનાના શહેર એટલે કે મુંબઈ પહોંચી. ભારતીય ટીમ જેવી જ મુંબઈ એરપોર્ટથી બહાર આવી, ત્યાં હાજર હજારો પ્રશંસકો તેના વર્લ્ડ ચેમ્પિયનને જોવા માટે બેકાબૂ થઈ ગયા. ત્યારબાદ રોહિત શર્મા અને કંપની બસમાં બેસીને મરીન ડ્રાઈવ ખાતે વિક્ટરી પરેડ માટે રવાના થયા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફેન્સને ખુશ કરી દીધા હતા.

   વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી, તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને થોડો આંચકો આપ્યો. પોતાના સ્ટાર ખેલાડીઓને જોવા માટે ચાહકોનો ઉત્સાહ વધારે છે. સ્થિતિ એવી છે કે મુંબઈના રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે .

મુંબઈ એરપોર્ટની બહાર બસમાં બેઠેલા વિરાટ કોહલીની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટીમ ઈન્ડિયાની બસની બહાર હજારો ફેન્સ છે જે કોહલી-કોહલીની બૂમો પાડી રહ્યા છે. આ પછી વિરાટે તેની સામે જોયું અને હસીને હાથ મિલાવ્યો. કિંગ કોહલીની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. 17 વર્ષની લાંબી રાહ બાદ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ ચેમ્પિયન બની છે. જો કે, આ પછી રોહિતની ટીમને ભારત પહોંચવામાં ચાર દિવસ લાગ્યા કારણ કે તે બાર્બાડોસમાં તોફાનમાં ફસાઈ ગઈ હતી. ગુરુવારે ભારતીય ટીમ વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચી હતી.

(8:47 PM IST)