<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th July 2024

મુકેશ અંબાણી દિલ્હીમાં :રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા:સોનિયા ગાંધીને પણ મળ્યા: જુઓ વિડિઓ

મુકેશ અંબાણી જનપથ સ્થિત નિવાસસ્થાને રવાના:મુકેશ અંબાણી પોતાના પુત્રનું કાર્ડ આપવા માટે રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા હતા.

નવી દિલ્હી :અંબાણી પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો જશ્ન શરુ થઈ ગયો છે. આ વચ્ચે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી  દિલ્હી પહોંચ્યા અને રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચીને તેમની સાથે મુલાકાત કરી અને થોડીવાર બાદ 10 જનપથ સ્થિત નિવાસસ્થાને રવાના થયા. એવું માનવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી પોતાના પુત્રનું કાર્ડ આપવા માટે રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા હતા.

12 જુલાઈએ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્ન થવાના છે. લગ્નની વિધિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયામાં બુધવારે જ શરુ થઈ ગઈ છે. દેશ-વિદેશથી મહેમાનોનું આવવાનું પણ શરુ થઈ ગયું છે. ત્યારે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લગ્ન અંતર્ગત મુકેશ અંબાણી, રાહુલ ગાંધીને લગ્નનું કાર્ડ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ આપવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્નનું નિમંત્રણ આપવા માટે અચાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. હવે 12 જુલાઈએ લગ્ન, 13 જુલાઈએ આશીર્વાદ સમારંભ અને 14 જુલાઈએ રિસેપ્શન થશે.

આ લગ્નમાં બોલિવૂડ સ્ટારની સાથે સાથે સ્પોર્ટસ અને બિઝનેસની દુનિયાના મોટા નામ પણ સામેલ થશે. સૂત્રો મુજબ, આ લગ્નમાં અનેક ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ પરફોર્મ કરશે.

મુકેશ અંબાણીના ઘરે શરણાઈ વાગવાની તારીખ નજીક આવી રહી છે. આ પહેલા જામનગરમાં 1થી 3 માર્ચ સુધી અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટ પ્રી-વેડિંગનો જશ્ન આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં ફેસબુકના માર્ક ઝુકરબર્ગથી લઈને માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ સુધીની સેલિબ્રિટીઓ સામેલ થઈ હતી. આ પ્રી-વેડિંગમાં ગ્લોબલ સ્ટાર રિહાનાએ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યારે આ વખતે પણ મુંબઈમાં અંબાણી ફેમિલીમાં થનારા લગ્ન સમારંભ અનેક જાણીતા ચહેરાઓ જોવા મળેસ. મળતી માહિતી મુજબ હૉલિવૂડ સિંગર જસ્ટિન બીબર ભારત પહોંચી ગયો છે અને આ કપલના વેડિંગ ફંકશનમાં પરફોર્મ કરશે.

(9:07 PM IST)