<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th July 2024

પીએમ મોદીના ખોળામાં અંગદ બુમરાહ: જસપ્રીતના પુત્રની સાથે વડાપ્રધાનની મનમોહક તસવીર વાયરલ

જસપ્રીત બુમરાહે પીએમ મોદી સાથેની મુલાકાતની ઝલક શેર કરી: બુમરાહે લખ્યું કે પીએમના નિવાસસ્થાને મને આમંત્રણ આપવા અને સ્વાગત કરવા બદલ આભાર.

નવી દિલ્હી :ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. હોટલમાં આરામ કર્યા બાદ ટીમ પીએમ મોદીને મળવા ગઈ હતી. ભારતના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહે પીએમ મોદી સાથેની તેમની મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. હૃદયસ્પર્શી તસવીરમાં પીએમ મોદી બુમરાહ, સંજના અને તેમના પુત્ર અંગદ સાથે પોઝ આપતા જોવા મળે છે.

વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પરના તેમના નિવાસસ્થાને ભારતીય ટીમ સાથે ખાસ મુલાકાત કરી હતી. ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પીએમ મોદી સાથેની મુલાકાતની ઝલક શેર કરી. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ખાસ વાતચીતની તસવીરો પોસ્ટ કરી હતી. આ દરમિયાન બુમરાહની પત્ની સંજના ગણેશન અને પુત્ર અંગદ પણ હાજર હતા.
શેર કરેલી તસવીરમાં પીએમ મોદી બુમરાહના પુત્ર અંગદને ખોળામાં તેડેલો જોવા મળે છે. આ દરમિયાન બુમરાહ અને તેની પત્ની સંજના નજીકમાં જોવા મળે છે. બુમરાહે લખ્યું કે પીએમને મળવું ગર્વની વાત છે. બુમરાહે લખ્યું કે પીએમના નિવાસસ્થાને મને આમંત્રણ આપવા અને સ્વાગત કરવા બદલ આભાર. વિરાટ કોહલી, ઋષભ પંત અને યુઝવેન્દ્ર ચહલ સહિત અન્ય ભારતીય ખેલાડીઓએ પણ મુલાકાત બાદ એક ખાસ પોસ્ટ શેર કરી હતી.
વિરાટ કોહલીએ કહ્યું કે વડાપ્રધાનને મળવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે અને ટીમને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો. વિરાટ કોહલીએ બ્રેકફાસ્ટ દરમિયાન વડાપ્રધાન સાથે હાથ મિલાવતાની તસવીર પણ શેર કરી હતી.

પીએમ મોદીએ ઋષભ પંતને ગળે લગાવ્યા અને સાથે તસવીરો પણ ખેંચાવી. પીએમ મોદીએ સમગ્ર ભારતીય ટીમ સાથે એક તસવીર ખેંચાવી હતી જેમાં કેપ્ટન રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે ટ્રોફી પકડી હતી.

(11:25 PM IST)