<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

હવે પેટ્રોલ પંપ બનાવવાનું સપનું થશે સાકાર! નિયમ થશે સરળ :કેન્દ્ર સરકારે આપ્યો આદેશ

મંત્રી પીયૂષ ગોયલે વસ્તીવાળા વિસ્તારોમાં 30-50 મીટરની અંદર પેટ્રોલ પંપ ચલાવવાની મંજૂરી આપવા PESOને સલામતીના પગલાંની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી : વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વસ્તીવાળા વિસ્તારોમાં 30-50 મીટરની અંદર પેટ્રોલ પંપ ચલાવવાની મંજૂરી આપવા  PESOને સલામતીના પગલાંની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ગોયલે બુધવારે પેટ્રોલિયમ, વિસ્ફોટકો, ફટાકડા અને અન્ય સંબંધિત ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે PESOની કામગીરીમાં કુશળતા વધારવા માટે બેઠક યોજી હતી.

આગામી દિવસોમાં પેટ્રોલ પંપ ખોલવાનું સરળ બનશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર લાયસન્સના નિયમોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે PESOને વસ્તીવાળા વિસ્તારોમાં 30-50 મીટરની અંદર પેટ્રોલ પંપ ચલાવવાની મંજૂરી આપવા માટે સુરક્ષા પગલાંની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે

પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO)એ સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)નું ગૌણ કાર્યાલય છે. તે વિસ્ફોટક અધિનિયમ, 1884 અને પેટ્રોલિયમ અધિનિયમ, 1934 હેઠળ સ્થાપિત નિયમનકારી માળખાના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ PESO દ્વારા આપવામાં આવતી લાયસન્સના ફીમાં મહિલા સાહસિકોને 80 ટકા અને MSMEને 50 ટકા રાહત આપવાની પણ જાહેરાત કરી છે. ગોયલે બુધવારે પેટ્રોલિયમ, વિસ્ફોટકો, ફટાકડા અને અન્ય સંબંધિત ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે PESOની કામગીરીમાં કુશળતા વધારવા માટે બેઠક યોજી હતી. આ જ બેઠકમાં તેમણે આ જાહેરાત કરી હતી.

(12:22 AM IST)