<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ટીમ ઈન્ડિયાને મળ્યો 125 કરોડની ઈનામી રકમનો ચેક: વાનખેડે સ્ટેડિયમમાં જીતની ઉજવણી :ખેલાડીઓએ લગાવ્યું સ્ટેડિયમનું ચક્કર

-સ્ટેડિયમનું ચક્કર મારતી વખતે એઆર રહેમાનનું વંદે માતરમ વગાડાયુ : સ્ટેડિયમ પણ દર્શકોથી ભરચક

મુંબઈ :ભારતે સાઉથ આફ્રિકાને ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં 7 રને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બન્યું છે. બારબાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં ભારતે આ જીતની સાથે 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો.

આ જીત બાદ આજે ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી છે. દિલ્હીમાં ટીમ ઈન્ડિયાના સભ્યોએ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જે બાદ મુંબઈ પહોંચેલી ટીમ ઈન્ડિયાએ એરપોર્ટથી નરીમાન પોઈન્ટ સુધી બંધ બસમાં અને પછી નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં મુસાફરી કરી.

 આ દરમિયાન મુંબઈના રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી. સ્ટેડિયમ પણ દર્શકોથી ભરચક હતું. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમથી સન્માનિત કર્યા છે.

સ્ટેડિયમનું ચક્કર મારતી વખતે એઆર રહેમાનનું વંદે માતરમ વગાડવામાં આવ્યું હતું, ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ગીત સાથે તેમની લયને મેચ કરવાથી પોતાને રોકી શક્યા નહોતા અને ગીતની સાથે ગાવાનું શરૂ કર્યું હતું.

ટીમ ઈન્ડિયા હવે સ્ટેડિયમનું ચક્કર લગાવી રહી છે. ટીમના ખેલાડીઓ ચાહકો તરફ પોતાના ઓટોગ્રાફવાળા બોલ ફેંકી રહ્યા છે. આખા સ્ટેડિયમ જોરદાર જોશ જોવા મળી રહ્યો છે અને ભારતના આ સ્ટાર્સને સન્માન આપી રહ્યાં છે.

ટીમ ઈન્ડિયાને BCCIના અધિકારીઓએ 125 કરોડ રૂપિયાની ઈનામી રકમથી સન્માનિત કર્યા હતા. BCCIના પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, ટ્રેઝરર આશિષ શેલાર, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા હાજર રહ્યા.ટીમ ઈન્ડિયા વાનખેડેમાં પહોંચ્યા બાદ જોરદાર ડાન્સ કર્યો.

પોતાના ભાષણ દરમિયાન કોહલીએ ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ માટે તાળીઓ પાડી અને આખું સ્ટેડિયમ બૂમ-બૂમ બુમરાહના નારા લગાવવા લાગ્યું. કોહલીએ કહ્યું કે બુમરાહ ઘણી વખત ટીમને મેચમાં પાછો લાવ્યો.

વિરાટ કોહલી પહેલા સ્ટેડિયમમાં આવ્યો અને રસ્તા પર હાજર તમામ લોકોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર દિવસ ઉતાર-ચઢાવથી ભરેલા હતા. તે બારબાડોસમાં તોફાનમાં ફસાઈ ગયો હતો અને ભારત આવવા માંગતો હતો. અને પછી ભારતમાં જે બન્યું તે ચોંકાવનારું હતું, અવિશ્વસનીય હતું.

રોહિત શર્મા પછી રાહુલ દ્રવિડે સ્પીચ આપી અને કહ્યું કે, આજે તેણે જે જોયું તે તે તેના જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં. આટલી ભીડ તેણે ક્યારેય જોઈ ન હતી. દ્રવિડે ટીમ વિશે કહ્યું કે આ ટીમ મજબૂત છે જેમાં સિનિયર ખેલાડીઓએ તેમની ભૂમિકા ભજવી હતી અને આ ટીમમાં ક્યારેય હાર ન માની લેવાની ભાવના છે.

રોહિત શર્માએ આ દરમિયાન કહ્યું કે, તે જાણતો હતો કે આ વર્લ્ડ કપ તેના માટે કેટલો મહત્વનો છે, પરંતુ મુંબઈની ભીડ અને વાનખેડે ખાતેના પ્રશંસકોને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેના કરતાં આ વર્લ્ડ કપની વધુ જરૂર ચાહકોને છે.

ટીમ ઈન્ડિયા સ્ટેડિયમની અંદર પહોંચી ગઈ છે. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તેમનું સ્વાગત કર્યું. સન્માન સમારોહની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી.

વિક્ટ્રી પરેડ બાદ વાનખેડે સ્ટેડિયમ પહોંચી છે ટીમ ઈન્ડિયા. ચેમ્પિયન્સનું ઢોલ-નગારા અને સૂત્રોચ્ચાર કરીને સ્વાગત કરાયું.

(12:48 AM IST)