<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ધોરણ 10 પાસ માટે નોકરીની સોનેરી તક :પોસ્ટ વિભાગમાં 30000 જગ્યાઓ માટે ભરતી:જાણો ક્યારે કરી શકાય અરજી

પોસ્ટ વિભાગે આ વર્ષની ગ્રામીણ પોસ્ટ સેવક ભરતીની જાહેરાત કરી:ભરતી અભિયાનમાં 30 હજારથી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

નવી દિલ્હી : ભારતીય પોસ્ટ વિભાગમાં દર વર્ષે બહાર પડતી ગ્રામીણ પોસ્ટ સેવક ભરતીની લાખો લોકો રાહ જોતા હોય છે. પોસ્ટ વિભાગે આ વર્ષની ગ્રામીણ પોસ્ટ સેવક ભરતીની જાહેરાત કરી દીધી છે. અહેવાલ અનુસાર આ ભરતી અભિયાનમાં 30 હજારથી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

   આ ભરતી માટે ઓનલાઇન અરજી 15 જુલાઈથી શરૂ થશે. અરજી પોસ્ટ વિભાગની વેબસાઇટ indiapost.gov.in પર જઈને કરવાની રહેશે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ (GDS/PCC/PAP) રવિ પહવાના કાર્યાલય તરફથી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ અને જનરલ મેનેજર, સીઈપીટી બેંગલુરુ/હૈદરાબાદ યુનિટને નિર્દેશ જાહેર કર્યા છે. 

  તેમાં કહેવામાં આવ્યું છે કે, જીડીએસ ઓનલાઇન એંગેજમેન્ટ, શેડ્યુલ 2024 અંતર્ગત જુલાઈના બીજા સપ્તાહમાં ભરતી નોટિફિકેશન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ક્રમમાં નિર્ધારિત સમય મર્યાદાની અંદર તમામ ડિવિઝન દ્વારા ડેટા એન્ટ્રી, વેકન્સી ફ્રિઝિંગ, ડેટા એન્ટ્રી રી-ચેકિંગ અને પછી નોટિફિકેશન જાહેર કરવા જેવા કાર્યો પૂર્ણ કરવામાં આવશે. તેમાં કહેવાયું છે કે, ગ્રામીણ પોસ્ટ સેવક જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન 15 જુલાઈએ જાહેર કરવામાં આવશે 

  ગ્રામીણ પોસ્ટ સેવક જગ્યાઓ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોવા જોઈએ. તેની સાથે કોમ્પ્યુટર પર કામ કરવાનુ નોલેજ અને સાઇકલ ચલાવતા પણ આવડવું જોઈએ. વય મર્યાદાની વાત કરી તો, આ માટે 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવાર માટે વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટ મળશે 

ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતી ધોરણ 10ના મેરિટ આધારે થાય છે. તે સિવાય કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યું વગેરે નહીં હોય. મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. 

  ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતી માટે ઓફિસિયલ વેબસાઇટ   https://indiapostgdsonline.gov.in/ પર જઈને અરજી કરી શકાય છે. આ માટે અરજી ફી 100 રૂપિયા છે.

(9:14 AM IST)