<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

હાથરસ દુર્ઘટનામાં પોલીસની મોટી કાર્યવાહી:સત્સંગના આયોજક , બે મહિલા સહીત 6 આરોપીઓની ધરપકડ

પોલીસે ફરાર મુખ્ય આયોજક આરોપી પ્રકાશ મધુકર પર એક લાખનું ઈનામ પણ જાહેર કર્યું

હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના મામલે પોલીસે કાર્યવાહી કરતાં સત્સંગના આયોજક સહિત 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી હતી.
પોલીસ મહાનિરીક્ષક શલભ માથુરે જણાવ્યું કે મંગળારે હાથરસના સિકંદરારાઉ સ્થિત ફુલરઈ ગામમાં હરિનારાયણ સાકાર વિશ્વહરિ ભોલેબાબાના સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા છે. જેમાં 2 મહિલા સેવકો સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આયોજન સમિતિના સદસ્ય છે અને સેવકોના રૂપમાં કામ કરતા હતા. નાસભાગ થવાથી તેઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
આ સાથે તેમણે જણાવ્યું કે ફરાર મુખ્ય આરોપી પ્રકાશ મધુકર પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. જલ્દી જ તેના પર બિનજામીન વોરંટ જારી કરવામાં આવશે. સાથે આ વાતની પણ તપાસ કરવામાં આવશે કે આ ઘટના પાછળ કોઈ ષડયંત્ર તો નથી ને.
મંગળવારે સત્સંગ પૂરો થયા બાદ ભોલેબાબાની ચરણરજ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. જેમાં 121 લોકોના મોત અને 31 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ મુખ્ય આરોપી ફરાર છે, તેના પર 1 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

(9:14 AM IST)