તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 5th July 2024
રોહિત-વિરાટે જનમેદનીનું જીત્યું દિલ : બંનેએ ખુલ્લી બસમાં ચાહકોને ખુશ કરી દીધા :ડાન્સ કરવા મજબુર કર્યા : જુઓ વિડિઓ
ખેલાડીઓ ક્યારેક બસની સામે તો ક્યારેક બાજુમાં ઊભા રહીને ચાહકો તરફ હાથ હલાવીને જોરશોરથી નાચતા હતા. પછી તે ક્ષણ આવી જેણે ચાહકોની ખુશી બમણી કરી

#WATCH | Rohit Sharma and Virat Kohli lift the #T20WorldCup2024 trophy and show it to the fans who have gathered to see them hold their victory parade, in Mumbai. pic.twitter.com/jJsgeYhBnw
— ANI (@ANI) July 4, 2024
મુંબઈ :વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ-2024 પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. ટીમ ઈન્ડિયાની વિજય પરેડમાં બંને ફેન્સની સામે હતા. બંનેએ ખુલ્લી બસમાં ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું. આ વિજય પરેડ દરમિયાન બંનેએ કંઈક એવું કર્યું જેનાથી ચાહકોની ખુશી બેવડાઈ ગઈ.
વેસ્ટ ઈન્ડિઝમાં વર્લ્ડ ચેમ્પિયન બનીને ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાનું દેશે ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. સમગ્ર દેશે આ ટીમને દિલથી આશીર્વાદ આપ્યા છે. આજે સવારે દિલ્હી પહોંચ્યા પછી, પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા પછી, ભારતીય ટીમ મુંબઈ માટે ઉડાન ભરી હતી જ્યાં તેને ખુલ્લી બસમાં વિજય પરેડમાં ભાગ લેવાનો હતો. આ બસમાં રોહિત-વિરાટે જે પણ કર્યું તેના ચાહકોને ડાન્સ કરી કરવા મજબુર કર્યા હતા
વિરાટ અને રોહિતની જોડી જોઈને ચાહકોની ખુશી બમણી થઈ ગઈ અને પછી બંનેએ એક કામ કરીને ચાહકોને વધુ ખુશ કરી દીધા. મુંબઈમાં ટીમ ઈન્ડિયા એરપોર્ટથી બસ દ્વારા નરીમાન પોઈન્ટ પહોંચી અને અહીં પહોંચ્યા બાદ ટીમે બસ બદલી. અહીંથી ટીમ ઈન્ડિયા દર્શકોનું અભિવાદન સ્વીકારીને ખુલ્લી બસમાં વાનખેડે સ્ટેડિયમ ગઈ હતી.
ટીમ ઈન્ડિયા નરીમાન પોઈન્ટ, મરીન ડ્રાઈવ થઈને વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. આ દરમિયાન મુંબઈના રસ્તાઓ પર ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. દર્શકોની એટલી બધી ભીડ હતી કે ખુદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખેલાડીઓ ક્યારેક બસની સામે તો ક્યારેક બાજુમાં ઊભા રહીને ચાહકો તરફ હાથ હલાવીને જોરશોરથી નાચતા હતા. પછી તે ક્ષણ આવી જેણે ચાહકોની ખુશી બમણી કરી દીધી
. વિરાટ કોહલી વર્લ્ડ કપની ટ્રોફી પકડી રહ્યો હતો. પછી તેણે રોહિતને બોલાવ્યો અને તેના ખભા પર હાથ મૂકીને કંઈક કહ્યું. ત્યારબાદ બંનેએ સાથે મળીને પ્રશંસકોની સામે વર્લ્ડ કપની ટ્રોફી ફરકાવી હતી. આ જોઈને ચાહકો વધુ જોરથી બૂમો પાડવા લાગ્યા.
(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
