<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ઉડીના અમન સેતુએ જવા ઉપરનો પ્રતિબંધ હટાવાયોઃ સહેલાણીઓની સંખ્‍યા વધી

જમ્‍મુ-કાશ્‍મીર પાસે એલઓસીએ આ પુલ સીમા પર્યટનમાં રૂચી રાખનાર માટે આકર્ષણનું કેન્‍દ્ર

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ,તા. ૫: એલોસી પાસેના ઉડી માં સેના દ્વારા અમન સેતુ પુલ નામથી મસૂર કમાન પોસ્‍ટ પર પર્યટકો પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવવાના નિર્ણય બાદ અહીં સહેલાણીઓમાં ઉલ્લેખનીય વળદ્ધિ થઈ છે. આ પગલાના પરિણામ સ્‍વરૂપ આ ક્ષેત્રમાં પર્યટકો ની સારી વાપસી થઈ છે.

જો આ પ્રતિબંધિત ક્ષેત્રને પર્યટન સ્‍થળના રૂપમાં ઙ્કોત્‍સાહન આપવામાં આવે તો સકારાત્‍મક બદલાવો ના સંકેત છે. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે નિયંત્રણ રેખા પર સ્‍થિત કમાન પોસ્‍ટ લાંબા સમયથી આ ક્ષેત્રના જટિલ ભૂ રાજનીતિક સ્‍થિતિનું પ્રતિક રહ્યું છે.

જોકે હાલમાં જ સહેલાણીઓ માટે તેને ખોલવાથી સીમા પર્યટનમાં રુચિ રાખનાર લોકોને માટે આકર્ષણનું કેન્‍દ્ર બની ગયું છે. સ્‍થાનીય પર્યટન અધિકારીઓ એ પ્રતિબંધોમાં ઢીલ બાદ સહેલાણીઓની સંખ્‍યામાં ઉલ્લેખનીય વળદ્ધિની માહિતી આપી છે.

એક પર્યટન અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવેલ કે અમે કમાન પોસ્‍ટ પર જાવા ઈચ્‍છુક પર્યટકોની સંખ્‍યામાં જોરદાર વળદ્ધિ જોઈ છે. આ ફક્‍ત પુલ જ નહીં પણ સીમા પર હોવાનો પૂરો અનુભવ પણ લોકોને આકર્ષિત કરે છે.

સીમા પર્યટનને પ્રોત્‍સાહન દેવા માટે સેનાએ ગત વર્ષે ઉડી સેક્‍ટરમાં loc પાસે જશ્ર એ રૂસ્‍તમ નામનો પહેલો સાંસ્‍કળતિક ઉત્‍સવ આયોજિત કર્યો હતો. આ આયોજન ખૂબ જ સફળ રહેલ.જેમાં લગભગ ૧૫૦૦૦ લોકો સામેલ થયા હતા. લોકોની પ્રભાવશાળી ઉપસ્‍થિતિ આ ક્ષેત્રને જીવંત પર્યટન સ્‍થળ રૂપે ક્ષમતાને દર્શાવે છે.

રુસ્‍તમ પીર બાબાની દરગાહ માટે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત જંગલોથી ઢંકાયેલા વિશાળ ઘાસના મેદાન આ ક્ષેત્રમાં સેલાણીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર છે. જોકે કમાન્‍ડ પોસ્‍ટ સુધી અપેક્ષાકળત સરળ પહોંચની તુલનામાં આ સ્‍થળ સુધી પહોંચવું હાલ પણ ખૂબ જ અઘરું છે. સેનાના પ્રયાસો માટે આભાર વ્‍યક્‍ત કરતા એક સ્‍થાનિક નિવાસી એ જણાવેલ કે રૂસ્‍તમ સુધી સારી રીતે પહોંચવા માટે સરળતા કરવી જરૂરી છે.

(3:12 PM IST)