<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

મુંબઈમાં મુકેશ અંબાણી પરિવારમાં લગ્નનો જલસો : અનંત-રાધિકાની આજે સંગીત સેરેમની : 14 જુલાઈ સુધી ચાલશે શુભ લગ્ન મહોત્સવ :;મામરૂ સેરેમની અને ગરબા નાઈટ બાદ 5 જુલાઈએ મુંબઈમા સત્કાર સમારંભ

સલમાન ખાન રણવીર સિંહ જાનવી કપૂર શિખર પહાડિયા સહિતની સેલિબ્રિટીઓ ધૂમ મચાવશે : 14 મીએ રિસેપ્શનમાં મીડિયા તથા ફિલ્મ હસ્તીઓ ઉપસ્થિત રહેશે

મુંબઈ તા. 5 : અનંત-રાધિકાની આજે સંગીત સેરેમની છે. ફંક્શન 3 જુલાઈથી શરૂ થઈ ચુક્યા છે. જે 14 જુલાઈ સુધી ચાલશે. મામરૂ સેરેમની અને ગરબા નાઈટ બાદ 5 જુલાઈએ મુંબઈના NMACCમાં સંગીત થવાનું છે.

          અંબાણી પરિવારમાં સેલિબ્રેશનનો માહોલ છે. દરેક વ્યક્તિ અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓમાં લાગેલું છે. મામેરૂ સેરેમની બાદ ગરબા નાઈટમાં બધાએ ખૂબ જ એન્જોય કર્યું. હવે 14 જુલાઈ સુધીનું કેલેન્ડર બધાનું બુક થઈ ચુક્યું છે. 

વેડિંગ સેરેમનીનું આખુ શેડ્યુલ આવી ચુક્યું છે. ફંક્શન 3 જુલાઈથી શરૂ થઈ ચુક્યા છે. આ 14 જુલાઈ સુધી ચલશે. મામેરૂ સેરેમની અને ગરબા નાઈટ બાદ 5 જુલાઈએ મુંબઈના NMACC (નીતા મુકેશ અંબાણી કન્વેંશનલ સેન્ટર)માં સંગીત થવાનું છે. તેમાં સેલેબ્રસ પણ આવશે. તેની સાથે જ જસ્ટિન બીબર અને બાદશાહ પણ પરફોર્મ કરવાના છે. 

         આટલું જ નહીં સલમાન ખાન અને રણવીર સિંહ પણ આ સંગીત નાઈટનો ભાગ રહેશે. જાહ્નવી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયાની સાથે આ ફંક્શનનો ભાગ બનશે. જાવેદ જાફરીના દિકરા મીજાન જાફરી પણ ધૂમ મચાવશે. 

તેના બાદ 8 જુલાઈએ ગ્રહ શાંતિ થશે. તેમાં બધા નજીકના મિત્રો અને સંબંધીઓ શામેલ થશે. 10 જુલાઈએ શિવ પૂજા થશે. જે અનંત અને રાધિકાની મંગલ કામના માટે રાખવામાં આવી છે. રાત્રે યંગસ્ટર્સ નાઈટ થશે. જેમાં ઘણા લોકો શામેલ થશે.

લગ્ન 12 જુલાઈએ થવાના છે. સાત ફેરા લઈને અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાઈ જશે. બપોરે 3 વાગ્યાનું મુહૂર્ત છે. ફેરા એન્ટીલિયામાં થવાના છે. તેના બાદ 13 જુલાઈએ આશીર્વાદ (મિની રિસેપ્શન) થશે. સાંજે 6 વાગ્યે NMACCમાં આ થવાનું છે. ત્યાર બાદ 14 જુલાઈએ છેલ્લુ રિસેપ્શન રહેશે. જેમાં મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો ઈનવાઈટેડ છે.

(3:11 PM IST)