તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 5th July 2024
તિરૂવનંતપુરમમાં મરીન કમાંડ ત્રણે સેનાઓના એકીકરણ માટેની તૈયારીઓ
જયપુરમાં પશ્ચિમ અને લખનૌ ઉતર થીયેટર કમાંડ હેડ કવાર્ટર

નવી દિલ્હી તા. પઃ રાજસ્થાનની રાજધાની આવનારા દિવસોમાં પાડોશી પાકિસ્તાનને કોઇપણ નાપાક હરકત પર ધ્રુજાવી દેનારૂ દેશનું મુખ્ય રણનૈતિક કેન્દ્ર બનવાનું છે. રક્ષા મંત્રાલયે ત્રણે સેનાઓના એકીકરણ (થીયેટરાઇઝેશન) તરફ વધુ એક મોટું પગલું ઉઠાવતા જયપુરમાં પヘમિી થીયેટર કમાંડનું હેડ કવાર્ટર બનાવવાનું નકકી કર્યું છે.
અત્યારે જયપુરમાં રાજસ્થાન અને ગુજરાત સાથેની સરહદોની સુરક્ષાની જવાબદારી ઉઠાવનાર થલ સેનાના દક્ષિણ-પヘમિ કમાંડનું હેડ કવાર્ટર છે. થીયેટર કમાંડ હેડ કવાર્ટર બનવાની સાથે જ જયપુરની ઓળખ એક મહત્વના સામહિક કેન્દ્ર તરીકે સ્થાપિત થશે.
ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફના નેતૃત્વવાળા સંરક્ષણ વિભાગે આ ઉપરાંત ચીનના પડકારોને જડબાતોડ જવાબ આપવા માટે લખનૌમાં ઉત્તર થીયેટર કમાંડ અને કેરળના તીરૂવનંતપુરમમાં સમુદ્રી પડકારોનો સામનો કરવા માટે મરીન કમાંડનું મુખ્યાલય બનાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. તાજેતરમાં જ વડા પ્રધાન મોદીએ સાંસદમાં કહ્યું હતું કે થીયેટર કમાંડ રચવાની દિશામાં ઝડપથી કામ થઇ રહ્યું છે. તેના થોડા દિવસમાં જ ત્રણે કમાંડોના હેડ કવાર્ટર નકકી થવાના સમાચારો આવ્યા છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
