<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

'તમે અહીં સીધા જામીન માટે આવ્યા:ટ્રાયલ કોર્ટમાં કેમ ન ગયા ?:હાઇકોર્ટનો કેજરીવાલને સવાલ:આગામી સુનાવણી ૧૭ જુલાઈએ

નવી દિલ્હી તા. ૫:દિલ્હી હાઈકોર્ટે એકસાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સીબીઆઈને નોટિસ ફટકારી છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ આ મામલે સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે અને કેસની આગામી સુનાવણી ૧૭ જુલાઈએ નક્કી કરી છે.

જો કે, કોર્ટે એ હકીકતની પણ નોંધ લીધી હતી કે કેજરીવાલે પહેલા ટ્રાયલ કોર્ટમાં જવાને બદલે સીધા જ જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે અરજદારે નીચલી કોર્ટમાં ગયા વગર સીધો આ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આ દલીલ પછીથી ધ્યાનમાં લેવામાં આવશે. સીબીઆઈ એક સપ્તાહમાં જવાબ દાખલ કરશે. સીબીઆઈએ ૨૬ જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી જયારે દિલ્હીના મુખ્યમંત્રી ચ્ઝ્ર દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા.

સીબીઆઇ દ્વારા તેમની ધરપકડ કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી દિલ્હીના મુખ્ય પ્રધાનની અરજી પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આજે સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં છે.

કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિક્રમ ચૌધરીએ કહ્યું કે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 41A નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ચૌધરીએ કહ્યું કે અમારી મુખ્ય દલીલ એ છે કે કલમ 41Aનું ઉલ્લંઘન થયું છે. ટ્રાયલ કોર્ટે કહ્યું છે કે 41Aનું ઉલ્લંઘન થયું નથી, તેથી અમે કહી રહ્યા છીએ કે ટ્રાયલ કોર્ટમાં જવું નિરર્થક હશે.

સિંઘવીએ કહ્યું કે સીબીઆઈ કેસમાં જામીન આપવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટની કલમ ૪૫ની બેવડી શરત લાગુ થશે નહીં. સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે કાયદાનો નિર્ણય કર્યો છે. આમાં PMLAની કલમ ૪૫નો સમાવેશ થતો નથી. માનનીય ન્યાયાધીશ આજે જ આ અંગે સુનાવણી કરી શકે છે. આ જામીન અરજી છે. આ બધા નિર્ણયોનો અર્થ શું છે, જો મારો મિત્ર (CBI વકીલ) આવીને કહે કે મારે ટ્રાયલ કોર્ટમાં જવું જોઈએ. ,સીબીઆઈને નોટિસ જારી કરતા પહેલા જજે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કેટલા મામલામાં વાજબીતાના આધારે નીચલી કોર્ટમાં જવાનું કહ્યું છે? કાયદો સ્પષ્ટ છે, અમારી પાસે સમવર્તી અધિકારક્ષેત્ર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જયારે તમારી પાસે કોઈ ઉપાય ઉપલબ્ધ હોય તો હાઈકોર્ટમાં અવરોધ ન બનાવો. તમે સીધા હાઈકોર્ટમાં આવો છો તેનું કોઈ કારણ હોવું જોઈએ. સીબીઆઇ દ્વારા તેમની ધરપકડ કરવા અને એજન્સીની કસ્ટડીમાં રિમાન્ડ પર લેવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી દિલ્હીના મુખ્ય પ્રધાનની અરજી પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

(3:32 PM IST)