<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ભોલે બાબાનું માથું વાઢીને લાવે તેને ૧૧ લાખનું ઈનામ

 લખનૌ,તા.૫:ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલા અકસ્માત બાદ ભોલે બાબા ઉર્ફે સૂરજ પાલ ફરાર છે. જોકે, તેણે પોતાના વકીલ દ્વારા ઘટના પ્રતિ દુઃખ કરનારૃ નિવેદન વ્યકત કર્યું છે. જોકે, તે પોલીસની સામે હજુ સુધી નથી આવ્યો. આ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત કેશવ દેવે બાબા સૂરજ પાલનું માથું વાઢી નાંખવા પર ૧૧ લાખરૂપિયાના ઈનામનું એલાન કર્યું છે. કેશવ દેવનું કહેવું છે કે, પાખંડની દુકાન ચલાવનાર બાબાએ ગરીબ લોકોને ભોળવીને તેમને છેતર્યા છે.

  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલના નિર્દેશ પર રાજ્ય સરકારે હાથરસમાં નાસભાગની તપાસ માટે બુધવારે ત્રણ સભ્યની ન્યાયિક તપાસ આયોગની રચના કરી. સરકારી પ્રવકતાએ જાણકારી આપી છે કે, બુધવારે રાત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ત્રણ સભ્યની ન્યાયિક તપાસ આયોગની અધ્યક્ષતા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ (સેવાનિવૃત્તિ) બ્રજેશ કુમાર શ્રીવાસ્તવ કરશે. તેઓએ જણાવ્યું કે, આયોગના બે અન્ય સભ્યોમાં ભારતીય વહીવટી સેવા ( IAS) ના પૂર્વ અધિકારી હેમંત રાવ અને ભારતીય પોલીસ સેવા (IPS) ના પૂર્વ અધિકારી ભાવેશ કુમાર સિંહ સામેલ છે.

(3:37 PM IST)