<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

૩૦ દેશોની સુંદરીઓએ નિહાળ્‍યો તાજ મહેલ

આગ્રાઃ મીસ દેશોની સુંદરીઓ વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલને જોવા માટે ગુરૂવારે અહી આવી પહોંચી હતી.આ સુંદરીઓ દેશમાં ચાલી રહેલી સૌદર્ય પ્રતિયોગીતા ટીમ ઇન્‍ટરનેશનલ ૨૦૨૪ માં ભાગ લઇ રહી છે. તાજ મહેલની મુલાકાત દરમ્‍યાને તેઓ તાજની સુંદરતા અને વાસ્‍તુકલાને બહુ ઉત્‍સુકતાથી નિહારતી જોવા મળી હતી.

તેમનું કહેવું હતું કે તાજની ખુબસૂરતી એક અલગ જ અહેસાસ જગાવે છે. એવું લાગે છે કે તેને જોતા જ રહીએ તાજની કોતરણી અને ઇતિહાસને જાણવામાં આ સુંદરીઓએ બહુ રસ દાખવ્‍યો હતો. હાલમાં દેશમાં ચાલી રહેલ ટીન ઇન્‍ટરનેશનલ ૨૦૨૪ સૌદર્ય પ્રતિયોગિતામાં ૩૦ દેશોની સુંદરીઓએ ભાગ લીધો છે. પ્રતિયોગિતાનો ફીનાલે ૭ જુલાઇએ જયપુરમાં છે. વિજેતા ને મીસ ટીન ઇન્‍ટરનેશનલ ૨૦૨૩ વેનેઝુએલાની બાર્બરા પરાગા પોતાની ઉતરાધિકારીને તાજ પહેરાવશે.

(4:02 PM IST)